________________
१८४
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૧૬૮. પ્રાણીઓનું યમદેવથી રક્ષણ વૃત્તથી નથી થતું, ધનથી નથી
થતું, પૂજાથી નથી થતું, વિલેપનથી નથી થતું, યંત્રથી નથી
થતું અને મંત્રથી નથી થતું. ૧૬૯. દરેક પદાર્થને બતાવનાર શાસ્ત્ર જ છે, પણ પુરુષોને વિશેષ
બોધ બુદ્ધિ વડે જ થાય છે, રૂપને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા
આંખમાં સારી છે; પણ ત્યાં યથાર્થ તો મન જ છે. ૧૭૦. વિનયમાં ચતુરાઈ, ન્યાયમાં નિપુણતા, શરૂ કરેલ કાર્યની
નિર્વિઘ્ન સમાપ્તિ કરવામાં વિચક્ષણતા, દાનાદિ કાર્યમાં હંમેશા રસિકતા, પોતાની પ્રશંસામાં વિમુખતા, બીજાઓની પ્રશંસામાં સહિષ્ણુતા અને દાક્ષિણ્ય પ્રકૃતિપણું આ અતિઉત્તમ
લક્ષ્મી આપનારા ગુણો છે. ૧૭૧. કેટલાક હૃદયને આશ્ચર્યકારી બોલે છે, પરંતુ ક્રિયામાં પ્રીતિ
રાખતા નથી, કેટલા ક્રિયા વડે રસવાળા છે, વળી વાણી વડે નહિ જ, વાણી વડે અને ક્રિયા વડે પણ જેઓ અતિસુભગ હોય, જેઓ કાર્યનો પ્રારંભ કરવામાં અને પૂર્ણાહુતિ સુધી વહન કરવામાં એક સ્થિતિવાળા તે સુકૃતિઓ
પૃથ્વીતલમાં બે-ત્રણ પણ ક્યાં છે ? ૧૭૨. કોઈક સુંદર વાણીવાળો, કોઈક સુંદર રૂપથી યુક્ત, કોઈક
સૂક્ષ્મ બુદ્ધિની પરિપક્વતાવાળો, કોઈક પરોપકારી, કોઈક દાક્ષિણ્ય ગુણવાન, આમ એક એક ગુણ વડે મહિમા મેળવવા વાળા ઘણા લોકો પ્રાપ્ત થાય છે, પરંતુ બધા ગુણથી પરિચિત
મનુષ્ય અનન્તવીર્યથી બીજો કોઈ નથી. ૧૭૩. શૃંગારરસવાળા ઘણા ક્ષત્રિય રાજાઓ છે, ત્યાગ અને કળામાં
શૌર્યરૂપી સુગંધ વડે કોઈ બે ત્રણ હોય કે ન હોય, મૂળથી ગુણોના સંચયથી ઘડાયેલ કમળની જેમ અને તેના સ્થાનભૂત
સૂર્યની જેમ જે અનંતવીર્યથી બીજો તેવો કોઈ નથી. ૧૭૪. પાપ કરવા વડે કોણ દેવપણાને પામ્યો છે? અથવા સુકૃતોને
કરતો કોણ નરકમાં ગયો છે ? પોતાના આત્માના પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org