________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१८३ ૧૬૧. પોતાના અને અન્યના ઉપકાર કરવામાં તત્પરતાથી વિદ્યા,
લાભ આદિ વડે પણ કુળવાનો મદને કરતા નથી, રોગો, ભૂખ અને વૃદ્ધાવસ્થા વડે પણ નાશ પામતા રૂપ વડે જગતમાં
કયો બુદ્ધિશાળી અહંકારી થાય ? ૧૬૨. પ્રાણીઓને જેમ દાન વડે નિયમથી ભોગો થાય છે તેમ
પ્રકૃતિથી વિષમ આ કર્મરૂપ કારણથી બધા રોગો છે, તેથી વૈદ્યો વડે પહેલા કર્મના મર્મને અભયદાનાદિ વડે છેદવો જોઈએ અને ઘી આદિનો પણ ત્યાગ કરવો જોઈએ, જેથી
ભવ્ય જીવોને રોગો આવતા નથી. ૧૬૩. મૃગના લાંછનવાળા હોવા છતા પણ સજ્જનોના સમૂહને
હર્ષ કરનાર અને જે કામ (વિષયવાસના) અને રાત્રીની વૃદ્ધિને માટે થતા નથી તે શ્રીમાન શાંતિનાથ ભગવાન
લોકોના અજ્ઞાનને ચારેબાજુથી શાંત કરે. ૧૬૪. શ્રીષેણરાજા, યુગલિક, સૌધર્મવાસી દેવ, વૈતાઢ્ય ઉપર
અમિતતેજ રાજા પ્રાણત દેવલોકમાં દેવ, તે પછી અપરાજિત બલદેવ, અચ્યતેન્દ્ર, શ્રી વજાયુધચક્રી, બીજા રૈવેયકમાં શ્રેષ્ઠ
દેવ,
૧૬૫. મેઘરથરાજા, સર્વાર્થસિદ્ધમાં દેવ, શાંતિનાથ ભગવાનના
(બારભવો) ભવો ભવ્યજીવોને બાર પ્રકારની લક્ષ્મીને આપે. ૧૬૬. પહેલા સ્મૃતિ (શાસ)ના વ્યવહારનો લોપ કરે છે, પછી
વડીલોની લજ્જાને લોપે છે, તે પછી પોતાની સ્ત્રીના વિષયમાં દાક્ષિણ્યતાનો ત્યાગ કરે છે અને કુળની શુદ્ધિનો પણ ત્યાગ કરે છે, પોતાની સંતતિને ભવિષ્યમાં જ્ઞાતિની બહાર થવાપણાના લાઘવને પણ સ્વીકારે છે, નિંદનીય કુળની બીજી
સ્ત્રીના સંગ્રહવિધિમાં દુર્બુદ્ધિવાળા શું વિચારે છે ? ૧૬૭. ગણિકા પૃથ્વીની જેમ અભુક્તપૂર્વા (પૂર્વે નહી ભોગવેલી)
હોતી નથી. બીજા પતિ વડે આનું ભાવી છે. તેણીના નામના (ગણિકા=પતિની ગણતરી કરનારી) અન્વયને વિચારો, ખરેખર કોને મનથી વિરક્તિ ન થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org