________________
१८८
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् કરનાર જેમનું ચરિત્ર સ્ત્રીપણું હોતે છતે પણ પુરુષોત્તમતાને
કહે છે. ૧૯૬. અજ્ઞાની અને વનમાં રહેતા તિર્યંચોને ઘાસ-પાણી લાવી
આપનાર કોણ છે ? વિપત્તિ પામે ત્યારે કોની જેમ તેને શરણ હોય છે ? પરંતુ તે પણ પુષ્ટશરીર વાળા અને આનંદિત દેખાય છે, તો બુદ્ધિમાન મનુષ્યો ચિંતાથી વ્યાકુળ
કેમ દેખાય છે ? ૧૯૭. જે (કાળ)માં મુનિઓ શાસ્ત્રજ્ઞાન, તપ, શમ, ઈન્દ્રિયજય
જેવા ગુણોથી ગૌરવ પામતા હતા તે સમય ક્યાં? અને આ શઠોના એક ગૃહ જેવો સમય ક્યાં ? કે જેમાં લોકો (મુનિઓ ?) શ્રોતા વગેરેના સંબંધને ય ચિત્તમાં ગણકારતા નથી અને માત્ર લુબ્ધ થઈને મત્ર-તન્ત-શકુન વગેરેથી જ
આજીવિકા પ્રાપ્ત કરે છે ? ૧૯૮. ગુણસમૂહોમાં એક બહુમાન જ મસ્તક ઉપર અભિષેકપણાને
(રાજાપણાને) વહન કરે, જેના પ્રસાદથી લોકમાં અગુણમાં
પણ ગુણી એ પ્રમાણે બુદ્ધિ સ્ફરે છે. ૧૯૯. જે સ્ત્રીઓના કેશ વાંકા, બન્ને આંખ ચંચળ, મધ્યભાગ
અતિ ઉંચો, આ પ્રમાણે દોષો જ અંગના આભૂષણો ;
તો ગુણોનો ક્યાં અવકાશ છે ? ૨OO. ચલાયમાન પણ સ્થિર જેવો છે, સતત અહિતવાળો પણ
અતિ પ્રિય છે, જાગતો પણ નિદ્રાવાળો છે, બેડીરહિત પણ બંધનવાળો છે, મદ્યના સ્વાદ વગરનો પણ ભ્રમ કરાવે તેવો છે, ઔષધ વગર પણ કામણ કળાવાળો છે, મંત્ર વગર પણ દૃષ્ટિ બંધવાળો અતિ વિષમ કોઈક આ ભવવાસ
'(સંસાર) છે. ૨૦૧. લોકો વડે નમસ્કાર કરાયેલ, ઈન્દ્ર વડે નમન કરાયેલ જેમણે
વૈરીઓનો સમૂહ જીત્યો છે તેવા તમે પૃથ્વી ઉપર જય પામો. ભવના (પૂર્વભવન) મિત્રને બોધ આપનાર શ્રી મલ્લિનાથ લોકોને પ્રશાંત મોક્ષ આપો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org