________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१८७
છતાં પણ સ્પષ્ટ રીતે જાગ્રત અવસ્થાની જેમ આ આત્માનું પાંચેય વિષયોનું સેવન છે.
૧૮૯. જેના મનરૂપી જંગલમાં શ્રીકુંથુજિનના ચરિત્રરૂપી સિંહ જાગે છે, તેનાથી જ કુકર્મરૂપી હાથીઓની ઘટા જલ્દી વિખરાય છે.
૧૯૦. નવા આરા જેવા તે શ્રીમાન અરજિનેશ્વર તમારા ઈચ્છિત મનોરથોને પુરે, જે બધી રીતે બધા કુવિષયોને નિષેધીને સુંદરચક્રને ક્ષણવારમાં ઈચ્છિત ગતિ તરફ લઈ જાય છે. ૧૯૧. જ્યાં આવા પ્રકારના ગુણો હોયઃ અન્યાયથી ધનાઢ્યપણું, પરસ્ત્રીના સંગથી વિલાસનો ઉત્સવ, કરુણાને ઉચિત ગરીબ લોકો સાથે ઝગડાથી પોતાના બળની યુક્તિ, આદેશનો અમલ કરવામાં ઉત્કંઠિત લોકોવાળા પોતના દેશ ગામ પાદર વગેરેને લુંટવાના વ્યાપારથી જીતવાપણું હોવાથી ત્યાં ક્યાંથી કુશળ હોય ?
૧૯૨. અયન, ઋતુ, દિન, રાત્રિની જેમ જંતુનું જીવન પણ જો ફરીવાર આવતું હોય તો ધર્મની વિધિમાં આળસ કરવી ઉચિત છે.
૧૯૩. જે (મનુષ્યના) ઉજ્વલ હૃદયમંદિરની ભીંત ઉ૫૨ અજિનેશ્વરના ચિરત્રરૂપી ચિત્ર સારી રીતે સ્થાપન કરેલું છે તે ચિત્રને જોવામાં રસિક એવી લક્ષ્મી તે મનુષ્યના હૃદયને ક્યારે પણ ત્યાગ કરતી નથી જ.
૧૯૪. મનમાં વિચારેલ બધા પ્રયોજનો ક્યાંય પણ સિદ્ધ થતા નથી, તો દરેક આશાને છોડીને કૃત્ય વિષયમાં હે આત્મા ! કેમ તું લીન થતો નથી, સંપત્તિથી રહિત હોવાથી પૂર્વનો ભવ ધર્મરહિત હતો તે નિશ્ચિત છે, તો કેમ આ ભવ અને આવતો ભવ પણ ધર્મ વિના કુધ્યાનથી જોડાય છે ? ૧૯૫. સુંદર દર્શનને (સમ્યક્દર્શન) ધારણ કરનાર મલ્લિનાથ દેવ તમારી દુઃખે કરીને અંત થાય તેવી ભવરૂપી વેલડીને કાપવા માટે થાય, સજ્જનોને આનંદ આપનાર અને નરકનો ભેદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org