Book Title: Trishashti Shalaka Purush Charitram
Author(s): Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 210
________________ त्रिषष्टिशलाकापुरुषचरित्रम् १८१ કમળોના વિકાસના સ્થાનભૂત તેના (સૂર્યના) નામની સ્મૃતિ જગતનું રક્ષણ કરે તેમ અનંતનાથપ્રભુના પક્ષે – જોવાયેલા જે અનંતનાથ ભવગાન વડે સમસ્ત પાપ નાશ પામે છે, જીવોનો દિવસ (પુન્યનો ઉદય થવાથી) ઉત્કર્ષવાળો થાય છે, ભવ્યજીવરૂપી કમળના વિકાસના સ્થાનભૂત તે અનન્તજિનના નામની સ્મૃતિ જગતને રહે. ૧૪૯. આ શરીર તો કારાગૃહ જ છે, અહીં બુદ્ધિશાળીઓમાં કોની જેવું બહુમાન હોય, અપવિત્ર આ શરીરમાં પોતાનું રહેવાનું લાંબા સમય સુધી કોણ સ્પૃહા કરે ? લાંબા સમયે કે ટુંક સમયમાં જો કર્મની મુક્તિ થવાની હોય તો સર્વ સુખ સિદ્ધ થાય છે. નહીંતર કેવળ ભવ છે. ૧૫૦. પહેલાની જેમ હમણા ઘણું લાંબુ જીવન નથી જ, તે થોડું જીવન પણ ભમતા આરા જેવા નિર્ભાગી મનુષ્યો વડે ફોગટ પસાર કરાય છે. વણિકજનો વડે જેમ માણિક્યથી કલ્યાણ કરાય છે તેમ સ્થાનમાં રહેલા નહિ ભટકતા) ધન્ય પુરુષો વડે અતિનિર્મળ નાના આ જીવન વડે કલ્યાણ મેળવાય છે. ૧૫૧. શ્રીમદ્ અનંતજિનચંદ્રનો ચંદનના રસ જેવો આ ચરિતાર્થ પુણ્યશાળીઓના હૃદયમાં વિલાસ કરતો તેમના કર્મની ગરમીરૂપ રોગને દૂર કરે. ૧૫ર. જેમના નામરૂપી મંત્રની સતત સ્મૃતિથી મનુષ્યોનું ઢેકું પણ ચિંતામણિ રત્ન થાય, નાનું વૃક્ષ પણ કલ્પવૃક્ષ થાય, વૃદ્ધ ગાય પણ નવી કામધેનુ થાય, તે ધર્મનાથ દેવ કુકર્મના હરણને માટે થાઓ. ૧૫૩. જે સ્ત્રીના કાંતિ વગરના શરીરમાં યુવાનોની દૃષ્ટિ પ્રચારને પામતી નથી, તો પણ તે યુવાનો વડે જે સ્ત્રીને જોવાથી પોતાનો આત્મા ઉંચો મનાય છે, કંદર્પરૂપી સર્પ વડે મુકાયેલી કાંચળી જેવા તે કેશને ધારણ કરતી આ સ્ત્રી મૂઢ એવા મારા મનને બલાત્કારે વિરક્તિની પ્રતિ લઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234