________________
१८०
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૧૪૨. વિષયોમાં કોણ સહેજ પણ મોહ પામતો નથી જ ?
વિવેકીઓ વળી વસ્તુસ્થિતિને વિચારે છે - જડ પદાર્થો વડે જે જે સુખ એ પ્રમાણે (મારા વડે) સ્વીકારાયું
હતું, તે તે રોગની છબી છે, સૌખ્યમાં ભ્રમ જ હતો. ૧૪૩. શ્રી વાસુપૂજયસ્વામિના ચરિત્રની સ્મૃતિથી પવિત્ર સજ્જનોના
હૃદયમાં વસતો આત્મા પુન્યના અનુબંધને કરનારું તીર્થમાં
વસવાટના પુન્યને મેળવે છે. ૧૪૪. તે દેવ વિમલનાથ સંસારના વિકારના મલથી દુષિત થયેલા
તમારા ચિત્તની વિમલતાને વિસ્તારે. જેના મનની આગળ ઉપાધિથી મેલા થયેલા સ્ફટિક રત્નનું
પણ વૈમલ્ય શું રહે ? ૧૪૫. હાથીણીના ગાલ જેમ મદથી અનભિન્ન હોય છે તેમ જેના
હાથ હંમેશા દાનથી અનભિજ્ઞ છે, કોયલો વડે બચ્ચાની જેમ જેઓ વડે પોતાના શરીરનું પણ પોષણ કરાતું નથી તેઓ કોઈપણ અતિપવિત્ર તીર્થમાં કોઈપણ રીતે કોઈપણ સારા તપ વડે ધ્યાનમાં એકાગ્રતાથી કેમ પોતાનો જન્મ
સફળ કરતા નથી. ૧૪૬, નાકથી શ્વાસને રોકે છે, મજબુત પદ્માસનનો અભ્યાસ કરે
છે, યોગપટ્ટકને ખભા ઉપર ધારણ કરે છે, (ભિક્ષા માટે) ફરવાપુર્વક ભોજન કરે છે અને ગાયન પણ કરે છે, રાગનો ત્યાગ અને જિતેન્દ્રિયપણું આ બધી અવદ્ય ક્રિયાના ત્યાગથી જે અવ્યય પદ સાધ્ય છે તેને અબુધલોક બીજી રીતે
(પૌગોલિક સુખ) ઈચ્છે છે. ૧૪૭. વિમલનાથ ભગવાનના દઢ ગુણવાળા સુંદર ચરિત્રને કવચની
જેમ હૃદયમાં જે ધારણ કરે છે તે ગાઢ કર્મ સમૂહરૂપી
સેનાથી પરિવરેલા મોહરાજાને ક્ષણવારમાં જીતે છે. ૧૪૮. સૂર્યપક્ષે જોવાયેલા જે સૂર્ય વડે જેમ સઘળું અંધારું નાશ
પામે છે, અને પ્રાણીઓનો દિવસ ઉદય પામે છે, સુંદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org