________________
१७८
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ગ્રીષ્મઋતુના સૂર્યની કઠોરતાથી વિપરીત થયેલું જોઉં છું
અથવા આ લક્ષ્મી કોની શાશ્વતી છે ? ૧૩૦. જેને પોતાનો ઈન્દ્રિયોનો સમૂહ પણ સ્વાધીન નથી, વળી
એક એક પણ (ઈન્દ્રિયનો) વિષય દુઃખે કરીને અંત આવે તેવો જ છે, તો કોના વડે અહીં આ સર્વે પણ વિષયો પોતાને વશ કરાયા ? અને - મોહરાજા વડે ક્ષેત્ર માટે (રાજસત્તા માટે) જે જીવ અનુરાગ રૂપી સાંકળ વડે કુટુંબરૂપ જેલવાળો કરાયો તેને મુક્તિ પ્રતિ
(ગમનની) વાત પણ ક્યાં ઘટે છે? ૧૩૧. જેના હૃદયમાં સુવિધિ જિનનું આ ચરિત્ર શ્રીવત્સની જેમ
વસે છે તે વિષ્ણુની જેમ જિતનારો થાય છે, ક્યારે પણ
ગદા સહિત શસ્ત્રોનું અનુસરણ કરનારો થતો નથી. ૧૩૨. કષાયરૂપી દાવાનળથી હંમેશા પીડિત હૃદયવાળા એવા મને
શ્રી શીતલનાથ ભગવાન શીતલતાને આપે, જેથી
પરતીર્થિકોનો મૂળથી માંડીને સમસ્ત પ્રભાવ શાંત થાય. ૧૩૩. હે દીપક ! જગતમાં લોકો વડે વિપત્તિ દૂર કરવાનું કારણ
સમીપ રહેલો તું સેવાય છે, વળી નિભંગીઓમાં મુખ્ય એવા આ પતંગીયાના સમૂહના અકાલમૃત્યુનું કારણ સમીપ
રહેલો તું જ છે. ૧૩૪. અતિઅલ્પ મર્યાદિત સમયવાળું અને જેનો અંત વિરસ છે
એવું જે સાંસારિક સુખ છે તે સુખ ઈચ્છતા એવા કેટલાક લોકોને થોડું પણ પ્રાપ્ત થતું નથી. વળી કેટલાક ચમત્કાર કરનારા પોતાના આખા ભવને સુખો વડે પસાર કરીને સ્વર્ગમાં કે મોક્ષમાં ક્લેશરહિતપણાથી સુખીપણાને જ
પામે છે. ૧૩૫. શીતલજિનનું શ્રેષ્ઠ સુવર્ણ જેવું આ ચરિત્ર લાંબા સમય સુધી
જય પામો અને જીવોના ઉજ્જવલ કુંડલના જોડલાની જેમ બન્ને કાનના આભૂષણ જેવું થાઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org