________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१७७ ૧૨૫. (પુત્ર પક્ષ) : ગુણોનો આધાર, સઘળા લોકોને તારવામાં =
સુખી કરવામાં જેણે આવેશ = ઉદ્યમ કર્યો છે તેવો, શુભ ફળને આપનારા યોગ = કાર્યોથી યુક્ત, જેને અનુસરવાથી બધાઓએ પોતાના વ્યવસાયનો આરંભ કર્યો છે તેવો (= બધાને કામ મળ્યું છે. તેવો.) પુત્ર (તેન જેવું વહાણ) (વહાણ પક્ષ) : ગુણો = દોરડાઓનો આધાર, સઘળા લોકોને તારવામાં સામે પાર લઈ જવામાં જેણે આવેશ કર્યો છે તેવું; શુભ = સારા, ફલક = લાકડાના પાટિયાઓના યોગથી ઘડાયેલું અને જે (વહાણ)ને અનુસરવાથી દરેક લોકોનો વ્યવસાય ચાલુ થઈ ગયો છે તેવું – વહાણ.
તે મારા પુત્ર જેવું વહાણ ક્યાંક ડૂબી ગયું. ૧૨૬. વિદ્યામાં વિસ્મૃતિનો ભય, સંપત્તિમાં રાજાદિથી ભય,
ભોજનમાં અજીર્ણથી ભય, પ્રાણને વિષે યમના સેવકોથી ભય, અથવા પ્રાણીઓનું આતંકરૂપી પંકથી મલિન શું નથી?
(અર્થાત્ બધું છે). ૧૨૭. પાપના આતંકની શંકારૂપી કાદવને સાફ કરવા માટે વાદળના
જળ સમાન ચંદ્રની જેમ ઉજ્વળ ચંદ્રપ્રભ જિનનું ચરિત્ર જય પામે. જે (ચરિત્રને) વિષે પ્રાણીઓનો અંતરાત્મા મનથી વસે છે તે પ્રાણી અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારના
સમૂહથી ક્ષણમાં મુક્ત થાય છે. ૧૨૮. હજી પણ લાંછનના બાનાથી જેના અંગનો સંગ કરનાર
પ્રત્યક્ષ મકર જ છે, તે કામદેવના પરાજયને કહે છે,
નમસ્કાર કરતા મનુષ્યની જડતાને તે સુવિધિજિન દૂર કરે. ૧૨૯. જે સરોવર કમળોથી ભરેલું, મીઠા સ્વાદિષ્ટ પાણીથી
છલોછલ, કિનારે રહેલા વૃક્ષોના કુંજમાં ભેગા થયેલા લોકોવાળું, હંસરૂપ આભૂષણવાળું, તે પણ સરોવર આજે વિશ્વને બાળવામાં બંધાયેલા રોષથી વિષમ થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org