________________
१७६
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
૧૧૯. અતિગોળ અને પ્રસિદ્ધ મોતીઓ વાળા સુંદર દોરીમાં પરોવાયેલા હારની વચ્ચેના મુખ્ય મણીથી શોભતો હાર સજ્જનોના કંઠમાં (શોભે છે), તેમ સુંદર છંદોવાળું અને પ્રસિદ્ધ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય તેવું સુંદર ગુણોના સ્થાનભૂત નાયકથી પવિત્ર પદ્મપ્રભ ભગવાનનું ચરિત્ર હારની જેમ સજ્જનોના કંઠમાં (શોભે છે).
૧૨૦. દેવોની સંપત્તિનું પ્રમાણપત્ર, સુકૃત અંકૂરાનાં બીજો, ધાર્મિક વણિકોનું મૂળધન, શિવપુરી પ્રતિ જવાની ઈચ્છાવાળામાં અગ્રેસર સુપાર્શ્વજિનના બન્ને ચરણોના પ્રણામો તમારી લક્ષ્મીને માટે થાઓ.
૧૨૧. ગાત્ર કરચલીનું સ્થાન થયું છે, મસ્તક ઉપર વાળ કાશ અને કપાસનો ભાસ કરાવે તેવા છે, કાનની પાસે રહેલ પણ ઝીણા અવાજથી બોલાતું સમજી શકાતું નથી, હાથ ધ્રુજે છે, વાણી સ્ફુરતિ નથી, મજબુત હૃદય અસ્થિર થયું છે, શ્વાસ મુખમાં આવી ગયો છે, તોપણ કેમ આ નિરર્થક આંધળાઓ સ્ત્રીઓના દાસપણામાં વર્તે છે ?
૧૨૨. જીવોનું ચક્ષુઆદિ ઈન્દ્રિયસમુહનું સાંસારિક રૂપાદિમાં જે સુખ છે તેનાથી બીજું કોઈ સુખ સંભળાતું નથી અને અહીં કોઈપણ ચર્ચાને સહન કરતા નથી; તેનાથી બીજું જો સુંદ૨ સુખ છે તો ભોગવો, જો તે નથી તો તપને તપો. ૧૨૩. હે ભવ્યો ! મનને પવિત્ર કરવા માટે સુપાર્શ્વનાથ ભગવાનના પ્રિય એવા આ ચરિત્રને હંમેશા હૃદયમાં મંત્રાક્ષરની જેમ ધ્યાન કરો, જેથી બ્રહ્મજ્ઞાનરૂપ જ્યોતિ ઉદય પામે.
૧૨૪. સતત લંકવાળો પણ આશ્રિત રાજાનું આ (કલંક) નથી એમ માનીને આખો નહિ પણ ખંડિત ઉદય પામતો. (અર્ધચંદ્રાકાર) લાંછનના બાનાથી જેમના શરીરમાં રહેલો ચંદ્ર છે તે ચંદ્રપ્રભ ભગવાન પાપને શાંત કરવામાં સમર્થ
થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org