________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१७९ ૧૩૬. માળાના પક્ષે : મોતીની માળા વિષે અત્યંત શ્રેષ્ઠ સ્થિતિને
કરતો મજબુત ન તુટે એવા દોરાને ધારણ કરતો જે માળાની મધ્યમાં ચકદાપણાને પામ્યો, શ્રેયાંસનાથના પક્ષે : મોક્ષ ગયેલાઓની શ્રેણીઓમાં અત્યંત શ્રેષ્ઠસ્થિતિને પામેલા અવ્યાબાધસુખને અને નાશ ન પામે તેવા ગુણને ધારણ કરનારા જે શ્રેષ્ઠ નાયકપણાની પદવીને પામ્યા, તે
શ્રેયાંસજિન જગતની લક્ષ્મીને ફેલાવે. ૧૩૭. પ્રમાદથી વિદ્યાનો, જુગારથી ધનનો, વૈરથી પ્રાણોનો અને
અપથ્યથી શરીરનો વ્યય કરે તેમ બાલ્યાવસ્થા પસાર કરવા છતા પણ અબુધ માણસો મનુષ્યપણાને દોષો વડે કેમ ફોગટ
પસાર કરે છે ? ૧૩૮. વેપાર, વ્યવહાર, શિલ્પ અને વૈભવમાં પ્રવૃત્ત અને પ્રાચીન
પુન્યથી હીન મનુષ્યો વડે આ એક પોતાના જીવનનો સમય ક્લેશથી પસાર કરાય છે; જે અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને બાધાને ધારણ કરનારાઓના સેંકડો જન્મ પસાર થાય છે. તેને જોવા માટે અસમર્થ હોય તેમ મુનિઓ વડે સંસાર
ત્યાગ કરાયો છે. ૧૩૯. શ્રેયાંસ તીર્થંકરના ચરિત્રરૂપી રત્નના અલંકારથી પવિત્ર જેના
બે કાન છે તેના મુખકમળને જોતી કલ્યાણરૂપી લક્ષ્મી '
પોતાનો જન્મ પસાર કરે છે. ૧૪૦. એક વખત વિધિપૂર્વક જેની પૂજા વડે સિદ્ધ થયેલ લોક
અતિ ભયંકર ભવના દુઃખની પરંપરાથી પોતાને જુદો થયેલો
માને છે તે વાસુપૂજય ભગવાન મને પૂજયપદ (મોક્ષ) આપે. ૧૪૧. ઘણા પાણી વડે કમળના પત્રો ભીંજાતા નથી તેમ જેનું
મન દોષો વડે ક્યારેય સ્પર્શતું નથી તેની પાસે લક્ષ્મી વસે છે. વળી તે સર્પો વડે સર્વાગે વીંટળાયેલા જે ચંદનના વૃક્ષો મૂળથી ઉચ્છેદનું નિમિત્ત જ છે; (દોષરૂપી સર્પ વિટળાયેલા હોવાથી) બધી વૃદ્ધિઓ નિષ્ફળ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org