Book Title: Trishashti Shalaka Purush Charitram
Author(s): Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 211
________________ १८२ त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૧૫૪. જેના મનમાં કૃપા અને લજ્જા લોકોત્તર છે, જેનો વિનય અને નય અતિ નિર્મળ છે, જેનું ધન અને યૌવન પાપને માટે નથી, મનુષ્યલોકમાં તે એક જ મનુષ્ય બુદ્ધિશાળી છે. ૧૫૫. જેના મનરૂપી નાવમાં શ્રી ધર્મનાથ ભગવાનનું આ ચરિત્ર નાવિકની જેમ જાગે છે, ખરેખર તેનો સંસારરૂપી સાગરનો કિનારો બહુ દૂર નથી. ૧૫૬. સ્ત્રીઓ ઘણી સ્ત્રીઓ) પતિને વિષે કંઈપણ મનની પ્રીતિને વિસ્તારતી નથી, તે ઘરકાર્યોમાં શિથિલ થાય છે જ, તે શારીરિક કાર્યોમાં પણ કુટીલ થાય છે અથવા તે પુરુષનું પણ ચિત્ત ઈચ્છિત વિષયમાં ક્યાં વિશ્વાસને કરે ? ઘણી સ્ત્રીઓવાળા પુરુષથી પોતાના વડે પોતાનો આત્મા દુઃખમાં સ્થાપન કરાયો છે. ૧૫૭. પ્રાયે કરીને ધનવાન પુરુષનું પણ બે પત્નીપણું સુખના નાશનું નિમિત્ત જ છે; જુઓ ચંદ્રની બીજી (વદપક્ષની) દ્વિતીયા ક્ષયને માટે નથી થતી ? ૧૫૮. નીતિને ઓળંગીને અને સજ્જનોના કૃત્યને છોડીને ધિક્કાર છે કે ઈન્દ્રિયને વશ એવા મારા વડે કુકર્મ કરાયું, હા ! સફેદ કપડાના નવા કાજળના દાગની જેમ મારું તે આ ઉગ્ર પાપ ક્યારે દુર થશે ? ૧૫૯. લોકોની લજ્જાથી કલંકવાળા એક રાજા વડે (ચંદ્ર વડે) પહેલા આકાશમાં આશ્રય કરાયો છે, પણ કલંકવાળા બીજા રાજાનો આશ્રય નરક વિના બીજો કોની જેવો આશ્રય હોય. ૧૬૦. દૂર રહેલા કેટલાક ગુણ વગરના જ બુદ્ધિશાળી અથવા ધનવાન સંભળાય છે, અને તેઓ કયા સરળ જીવોના હૃદયમાં ઉત્કંઠાને નથી કરતા અર્થાત્ સરળ જીવો તેઓની પાસે આશા રાખી જાય છે, પરંતુ અતિસ્પષ્ટ અતિનિકટથી, જોવાયેલા તેઓ વડે તાડવૃક્ષની જેમ લોકોનો ફળપ્રાપ્તિનો પ્રયાસ અને આગળની સંભાવના પણ ઉચૂલિત કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234