________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१७३ પોતાની શક્તિ વડે ભિક્ષુઓને ઘણું દાન કેમ આપતા નથી? વિશેષ કરીને દુકાળ આદિમાં જે ખોરાક આદિ વડે સુખી કૃતાર્થ એવા આ મુનિઓ નાશ પામતા જૈન શાસ્ત્રનું રક્ષણ
કરે છે. ૧૦૩. કુકર્મથી વીંટળાયેલો જીવ ધનને માટે ઉપાયના રસ્તાને કરતો
પ્રેરકની અપેક્ષાને રાખતો નથી, કામને માટે સજ્જનો વડે અટકાવેલો પણ બંધન વગર ક્રીડા કરે છે, વળી ધર્મને માટે હંમેશા ગુરુઓ વડે પ્રોત્સાહિત કરાયેલો પણ, યાચના કરાયેલો પણ, પરાણે પ્રવૃત્તાવેલો પણ એકપણ વાર પ્રવૃત્તિ
કરતો નથી. ૧૦૪. શ્રી સંભવનાથ ભગવાનનું સુંદર વૃત્ત એટલે છંદવાળું પક્ષે
સુંદર વર્ણનવાળું, અલંકાર શાસ્ત્ર પ્રસિદ્ધ શુભ બીજવાળું પક્ષે-સુંદર કથાનું મૂળ હોય એવું, ઉજવળ ગુણવાળું એટલે અલંકાર શાસ્ત્ર પ્રસિદ્ધ ગુણવાળું, અને સંગીતશાસ્ત્ર પ્રસિદ્ધ ગ્રામથી શોભતું પક્ષે, ઉજ્વળ ગુણોના સમુહથી શોભતું, અભૂત ચરિત્ર જેના હૃદયમાં હંમેશા લાગેલું જ હોય, અંત વગરના સંસારરૂપી સમુદ્રમાં તુંબડાના ફળોના સમુહની જેમ ક્રિીડા કરતો તે સામા કિનારાને પામે જ છે અને આ આશ્ચર્ય
છે કે જળ વડે સ્પર્શતો નથી એટલે સંસારમાં લપાતો નથી. ૧૦૫. જેના જન્મસ્નાત્ર જળમાં પાણીથી તરતા દેવો વડે મોટા
પલકારાની અસ્થિરતા સ્થિરતાને પામી, (એટલે તેઓ ભગવંતને એકીટશે જોઈ રહ્યા) સુર અને અસુરોના મુગટના મણીસમાન સર્વોચ્ચતાને પામેલા તે દેવ અભિનંદનજિન
સજ્જનોના મનને પવિત્ર કરે. ૧૦૬. સભામાં લાંબા સમય સુધી રાજા મંત્રી અને શ્રેષ્ઠિઓના
રૂપના અનુકરણથી તેના અભેદને બતાવતા અને (રૂપનું) સંહરન કરતા નવા નવા વેષને ધારણ કરનાર આ નર્તક સંસારમાં તે અવસ્થામાં રહેલ મારા સ્વરૂપને યાદ કરાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org