________________
१६२
૩૬
૩૮.
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् અહો ! આ અપાર સંસારમાં જન્મમરણની શ્રેણીઓમાં પહેલા જીવ વડે જે દુઃખ અને સુખ અનુભવાયું તેથી (સુખદુઃખથી) સંતુષ્ટ થતો નથી. હમણાં પણ બીજાના પ્રાણને હરણ કરવા માટે ઈચ્છા કરે છે, શબ્દાદિ વિષયોમાં રત
થાય છે અને તપકર્મોમાં લગાવ ઓછો કરે છે. ૩૭. પ્રાણીઓની આ પ્રકૃતિ છે :
નહિ પ્રેરાયેલા વ્યસનોમાં પ્રવર્તે છે અને શુભકર્મમાં જોડાયેલા કોપ કરે છે અને ઉદ્વેગ પામે છે. વેશ્યાગમન આદિ વ્યસનથી પરાભવ પામેલો ધનને ખર્ચતો કંઈપણ વિચાર કરતો નથી, સુકૃતના (ધર્મના) કાર્યમાં ખર્ચાયેલા થોડા પણ ધનને હજારો રૂપિયાના ખર્ચ સમાન
માને છે. ૩૯. આહાર ભૂખ મટાડવા સુધી જ ઉપયોગી હોય છે, તોપણ
શાસ્ત્રમાં આહારદાનનું પુષ્કળ ફળ કહેવામાં આવ્યું છે; ચિકિત્સા કરાયેલો મુનિનો આ દેહ ધર્મ માટે ઉપકારી છે, તેથી (શાસ્ત્રમાં) ગ્લાનની સેવાને જિનેશ્વરભગવંતની સેવા
સમાન વર્ણવેલી છે. ૪૦. અનંત ભવોમાં જંતુના ભાગો સિદ્ધ થયા છે, તોપણ આ
જીવની (ભોગોથી) તૃપ્તિ થતી નથી; દરેક ભવમાં નવું
નવું જાણે છે; તેમાં એક સંતોષનું પાલન સુખ કરનાર છે. ૪૧. લોકો વડે ઉપકારીનું જ ગૌરવ કરાય છે; છાયા અને ફળ
વગરના તાલવૃક્ષ કોના વડે પાણીથી સિંચાય છે ? ૪૨. અશોક પુન્નાગ અને બીજા પણ સુગંધિત વૃક્ષો વડે તમારું
ઉદ્યાન પૂર્ણ થઈ ગયું છે, જેમ તમારા પૂર્વજો વડે આખું કુળ પૂર્ણ છે. આ ઉદ્યાનમાં એકપણ વૃક્ષ પ્રકૃતિથી કઠિન, કુટીલ નથી, ફળો વડે ત્યાગ કરાયેલ નથી જ, અને પ્રણયીઓના નવા તાપનું શમન કરનાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org