________________
१६८
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् દૂર થયો હોય, યમના મુખમાંથી જાણે બહાર નીકળ્યો હોય, નરકરૂપી અંધારા કૂવામાંથી જાણે બહાર નીકળ્યો હોય,
ભવસાગરને તરી ગયો હોય, તેમ પોતાને હું માનું છું. ૭૪. મદથી ફૂલાયેલો લોક કેમ દેવની જેમ પોતાને યુવાન માને
છે ? કોપના આટોપથી અસ્વસ્થ થયેલાને પુલકિત થયેલો એવો તે કેમ વૈરી માને છે ? ખાઉધરાની જેમ અધિક ભોજનથી પણ કેમ સંતોષ પામતો નથી ? મસ્તક ઉપર મૃત્યુ ભમી રહ્યું છે, આગળ દુર્ગતિ છે, અને મોક્ષ તો બહુ
જ દૂર છે. ૭૫. મારું ચક્રરત્ન છ ખંડની ભૂમિને જીતનારું છે, મારી માતાએ
૧૪ સ્વપ્નોને જોયેલા છે, બાહુબળને વિષે કોઈપણ રીતે બાહુબલી બળવાન છે, તેથી ચક્રી હું છું કે આ છે, એ
પ્રમાણે સંશય થયો છે. ૭૬. આના વડે જ તપસ્વીની મુક્ત ન કરાઈ (તેથી) સુંદરીએ
તપ કર્યું, આ નિર્લજ્જ પોતાના નાના ભાઈઓને વિષે પણ ધૃણા કરી, આ નિર્લજ્જ દ્વેષનો ભંડાર છે, નિર્દય એવા આણે મારા વધને માટે ચક્ર છોડ્યું હતું જેથી મોટો હોવા છતાં નાનો જ છે, અમો બન્નેને ધિક્કાર છે કે અમે ક્રમનું
ઉલ્લંઘન કર્યું છે. ૭૭. મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરનારા જેઓ વડે પિતાના માર્ગનો
પ્રથમ આશ્રય કરાયો, મારા તે નાના ભાઈઓ વડે યોગ્ય
વિચાર કરાયો. ૭૮. લોક ઘરના સ્નેહને દૂર કરે છે, ધનને પથ્થરની જેમ માને
છે, પુત્રને શત્રુ સમાન માને છે, શરીરને તાપ વડે બાળે છે, ભોગના ત્યાગમાં વિવેક ધર્મથી વિમુખ થયેલો કાર્યથી સંયમિત થાય છે, માનથી ઉદ્ધત મનવાળો માનવ કોઈપણ વિચાર કરતો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org