________________
१७० ૮૫.
૮૬.
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् એ પ્રમાણે તેર ભવવાળું ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અને ભરતચક્રીનું નાની કથાઓથી પ્રસિદ્ધ અને સુગમ ચરિત્રને મૃતિને માટે વિમલસૂરિજીએ ઉદ્ધત કર્યું છે. આ (અજિતનાથરૂપી અનેકપ = હાથી) નિરંતર દાન (ભાવધર્મનું દાન) આપે છે (સામાન્ય હાથીનું દાન = મદ હંમેશા નથી ઝરતો), એમની ગતિ (મોક્ષગતિ) નમન કરવા યોગ્ય છે. (હાથીની ગતિ ચાલ સારી પણ નમન કરવા યોગ્ય નથી), જગત આખાના પ્રતિકારકો = શત્રુઓનો વિષય તેઓ બનતા નથી (હાથીઓ તો સિંહ વગેરે શત્રુઓનો વિષય બને છે), આવું જાણીને લાંછનના બહાને હાથીઓનો સમૂહ જેમને આશ્રયીને રહ્યો છે તેવા અજિતનાથ રૂપી અનેકપનો (અનેકોનું રક્ષણ કરનારનો) હે સપુરુષો તમે આશ્રય કરો. સરોવરમાં સુંદર જલકેલિનું સુખ નથી, સમુદ્રકિનારાના વનમાં ક્રીડા નથી, આકાશમાં પાંખ ફેલાવી ઉડવાનો રસ નથી, માળાના આશ્રયવાળી ક્રીડા નથી, પ્રિયા સાથે સમાગમ નથી, બંધુઓની સાથે સંગમ નથી, થોડી જગ્યાવાળા પાંજરામાં પિડિત શરીરવાળા આ રાજપોપટના કષ્ટને શું કહેવાય ? ઘણી શ્રદ્ધાથી વિશુદ્ધ આત્માવાળા જેના વડે જિનેશ્વર ભગવાનને દાન અપાયું હોય, આ પુરુષનું તે જ ભવમાં મોક્ષમાં ગમન થાય છે અથવા ત્રીજે ભવે થાય છે, જિનને અપાતા દાનને જોનારા બીજા પણ લોકો નિરોગી થાય છે અને આ સઘળી ભૂમિ ઉપર ક્ષુદ્ર ઉપદ્રવો ક્ષણમાં નાશ પામે છે. વિષયવાસનામાં ડુબેલા પ્રાણીઓના અસંખ્ય દિવસો જાય છે, પરંતુ તે ક્યારેય વિચારતો નથી કે આ બધું ધર્મનું ફળ ભોગવું છું. હું વિષયોથી અટકીને નવો ધર્મ કરતો નથી, જેથી આગળ હું સુખી થાઉં, બીજાનું પણ દુઃખ ન જોઉં, નીચેની ગતિમાં પણ ન જાઉં. (આવું પોતે વિચારતો નથી)
૮૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org