________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૭૯. જે પ્રમાણે શક્રેન્દ્રની એક આંગળીની જ્યોતિ જગતને
પ્રકાશિત કરે છે, તે પ્રમાણે સો ચંદ્ર વડે પણ પ્રકાશ થતો
નથી. ૮૦. કવિઓ તે દેવોના અતિઅદ્ભુત ચરિત્રનું વર્ણન શું કરે ?
જેઓ એક એક કાર્યમાં રત થયેલા ઘણા મોટા કાળને પસાર કરે છે, તે રાજા ! સમસ્ત સ્તુતિનું પાત્ર અતિ બુદ્ધિશાળી એવા તમે એક જ છો, જેણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને
સાધવામાં કોઈ અત્તરાય નથી. ૮૧. તમારા સિવાય બીજો કોણ પુરુષ છે ? પોતાના શિખરની
શ્રેણીઓ વડે આકાશને સ્પર્શ કરતા આવા પ્રકારનું જિનેશ્વર ભગવાનનું નિરુપમ એવું પ્રાસાદરત્ન કરાવવા માટે સક્ષમ હોય ? ધીમે ધીમે જે ધજાદંડની ધજાનો છેડો ચલાયમાન થતા વાયુના વાવાથી લક્ષ્મીના સંગમની ગરમીથી દુઃખી થયેલો પોતાને વીંજતો અટકતો નથી. અહો આ આખો મનુષ્યલોક શૂન્ય જ થયો છે અને આ મનુષ્યલોકના હૃદયમાં હમણાં મોહનિદ્રા પ્રસરી ગઈ છે, છીપમાં મોતીની જેમ જિનરૂપી સૂર્ય (અસ્ત) થયે છતે
અંધકાર વડે ગ્રસ્ત થતા વિશ્વનું કોણ રક્ષણ કરશે ? ૮૩. કવિઓનું કવિત્વ જેમ અલંકાર વિના શોભતું નથી તેમ
મનુષ્યનું શરીર અલંકાર વિના શોભતું નથી, નિમિત્ત હોય ત્યારે ધાતુની (વ્યાકરણશાસ્ત્રમાં) ગુણ અને વૃદ્ધિ થાય છે, તેમ શરીરમાં પણ નિમિત્ત મળે ત્યારે ધાતુની (રસ, મેદ
આદિ સાત ધાતુઓ) ગુણ કરવારૂપ વૃદ્ધિ થાય છે. ૮૪. અહો ! મારા વડે આખો પોતાનો ભવ ફોગટ પસાર કરાયો,
ખરેખર ઉતાવળને માટે કોની જેમ મોટા તપને તપું; (કેમકે) પોતાના પિતાના કોઈપણ ગુણો વડે હું પ્રસિદ્ધ ન થયો, તેથી હમણાં મારું (જીવન) ભોગો વડે પૂર્ણ છે, મને) ગૃહસ્થપણામાં (રહેવાની) ઈચ્છા નથી.
૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org