________________
१६०
૨૧.
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વીર આ જિનેશ્વરો છે. ભરત, સગર, મધવ, સનકુમાર, શાંતિ, કુંથુ, અર, શુભોમ, મહાપધ, હરિપેણ, જય અને બ્રહ્મદત્ત એ પ્રમાણે
ચક્રીઓ છે. ૨૨. અશ્વગ્રીવ, તારક, મેરક, મધવ, નિશુંભ, બલિ, પ્રહ્માદ,
રાવણ અને જરાસંઘ એ પ્રતિ વાસુદેવો છે. ૨૩. અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન,
પદ્મ, રામ આ બલભદ્રો છે. ૨૪. ત્રિપૃઇ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષ
પુણ્ડરીક, દત્ત અને ૨૫. નારાયણ અને કૃષ્ણ આ વાસુદેવો છે; આ શલાકા પુરુષો
ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા છે. એક સાથે સમસ્ત લોકની કર્મેન્દ્રિયને પવિત્ર કરનાર છે, અને જે પ્રાણીઓના સર્વ કલ્યાણને કરે છે, તે જાણે કાંઈક નવા કુંડલોનું વૃંદ હોય તેમ ઋષભદેવનું ચરિત્ર તમારા
કર્ણોનું અતિથિ થાઓ. ૨૭. મોટા વૃક્ષોના બીજા ગુણોને અહીં કોણ ગણે છે; આકારથી
પણ સુંદર આંબો જ છે, અને ફળની વાત જો કરાય તો
આ સમસ્ત ભૂતલ કેરી વડે જીતાયું છે. ૨૮. હે વત્સ ! વિષયનો ઉચ્છેદ અને ઈન્દ્રિયોના વ્યાપારને
રોકવાની ક્રિયા સાધુનો જ યશ ફેલાવે છે, વળી પૃથ્વીના રાજાનો નહિ. પરલોકથી એટલે મરણના ભયથી નિર્ભય થયેલા મહાસંગ્રામમાં ચારે બાજુ પ્રસરેલી કીર્તિવાળા રાજાઓ ક્ષમા વડે જ સાધુની જેમ હંમેશા પ્રશંસા પામે છે. આ સંગીત વડે મોહિત થયેલા દેવોના દેવોને (ઈન્દ્રોને) પણ પોતાના પસાર થયેલા લાંબા કાળનું ભાન જ રહેતું નથી.
૨૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org