________________
१५८
૬.
૭
૮.
૯.
૧૦.
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
૧૪ પૂર્યો એ પ્રમાણે શોભી રહ્યા છે. જાણે સુંદર એવી તેની (૧૪ પૂર્વેની) ઉક્તિઓને જણાવવા માટે જેમણે ૧૪૦૦ (૧૪૪૪) ગ્રંથ રચ્યા તે શ્રી હરિભદ્રસૂરિજીની અમે સ્તુતિ કરીએ છીએ.
૧૨.
સિદ્ધાંજનથી સજ્જ ચક્ષુવાળો મનુષ્ય જેમ સર્વ પદાર્થોને જુએ છે, તેમ જેમના ગ્રંથરૂપી સિદ્ધાંજનથી સજ્જ ચક્ષુવાળો સર્વ પદાર્થોને જાણે છે એવા મુનિઓમાં મુખ્ય શ્રી હેમચંદ્રાચાર્યને મારા નમસ્કાર થાઓ.
જ્ઞાનની શક્તિરૂપ અદ્ભુત મંત્રજાપથી બેચેનીરૂપ ઝેરથી દૂષિત એવું મારું ચૈતન્ય જેઓ વડે જલ્દી ઉલ્લસિત કરાયું છે તે શ્રી મલધારી પૂજ્યો જય પામો. સત્કૃતિઓમાં દોષોને બોલતા દુર્જનોને તથા ગુણોને બોલતા સજ્જનોને રોકવા શક્ય નથી, તેથી ખરેખર શાસ્ત્રની શરૂઆતમાં દુર્જનોની સ્તુતિ કરવાથી અને સજ્જનોની સ્તુતિ ન કરવાથી પણ તેઓનું સંકીર્તન (દોષો અને ગુણોનું કહેવું) નિષ્ફળ થાય છે.
સાહિત્ય પાંગળા માણસની જેમ ક્યારે પણ ઘરની બહાર નીકળતું નથી, પણ કોઈ બંધનમુક્ત થાય એટલે પ્રકાશિત થાય તો તરત અરૂણોદયની જેમ સંપૂર્ણ જગતમાં ફેલાઈ જાય છે.
૧૧. મનુષ્યનો સમય જેવો ગર્ભમાં રહેલાનો જાય છે, તેવો બાલપણનો પણ જાય છે. કામથી ભરેલા (વિષયલોલુપી) યુવાનોને વિવેક ક્યાંથી હોય. વૃદ્ધાવસ્થામાં તો શક્તિ જ ક્યાં હશે. તેઓની (બાલપણ અને વૃદ્ધાવસ્થાની) વચ્ચેના દિવસો ઘણા ઓછા છે, તેથી આળશ છોડીને કર્તવ્યમાં થોડુ મન આપો.
ક્રોધાદિ ઘણા ભારે દોષોથી કલુષિત થયેલો કલિકાલ છે, લાંબો વખત અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા મનવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org