________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
परिशिष्ट - ३
(ચરિત્રની અંતર્ગત આવેલા શ્લોકોનો ગુજરાતી અનુવાદ)
સાથળમાં લાંછન છે બળદનું જેમને એવા જે (પ્રભુ)ના બન્ને ખભા ઉપર કાળા કેશની બે લટ શોભી રહી છે, જે બે લટોના બે કલાપો દુર્વાવનના જોડલાના સંભ્રમને ધારણ કરે છે, તે આદિજિન તમને પોતાનું પદ (મોક્ષ) આપે. જેમના ચરણના અગ્રભાગ વડે દબાવવાથી કલ્પવૃક્ષથી યુક્ત એવો અચલ મેરુપર્વત પણ ચલપણાને પામ્યો તે દેવ જગતમાં એક વીર એવા સિદ્ધાર્થરાજાના પુત્ર તમને અતિશયવાળી લક્ષ્મીને (મોક્ષને અથવા મોક્ષના ઉપદેશને) આપે.
૧.
૨.
3.
૪.
૫.
જેઓ વડે ત્રિપદીવાણી નિર્માણ કરાઈ, વળી તે (વાણી) બીજાઓને લાખો કરોડો પદો આપે છે તે અદ્ભુત શક્તિવાળા અજિતનાથ આદિ બાવીશ જિનો મને સુખ આપે.
१५७
જેને સાંભળવાથી મિથ્યાગ્રહરૂપી ગ્રંથીઓ જલ્દી તુટી જાય છે, જેની પ્રાપ્તિથી (આચરણથી) કુટીરની ઉપમાવાળું મનુષ્યોનું ભવપંજર જીર્ણ થાય છે, જેના આરાધકોને દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવી પણ મુક્તિ પતિને શોધતી સ્ત્રીની જેમ સ્વયં ભજે છે, કુતિરૂપી વૃક્ષને ભાંગવા માટે હાથી સમાન મોક્ષને આપનાર તે જિનનું આગમ તમારું રક્ષણ કરે.
પૂર્વે થયેલા કવિઓમાં સૂર્યસમાન તે શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે મુનીન્દ્રો જય પામે છે, ગાયની પાછળ જતા વાછરડાની જેમ (શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે મુનિઓની પાછળ) અજ્ઞાનીઓ પણ શાસ્ત્રમાર્ગમાં પગલા મૂકે છે અર્થાત્ કાવ્યો રચે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org