________________
મ.સા. અને સૂરિમં સમારાધક ૫.પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. બન્ને પૂજયોની પ્રાચીન ગ્રંથોના સંશોધન સંપાદન વગેરે ઘણી સંખ્યામાં થાય તેવી હંમેશા ઇચ્છા રહેતી અને તે યોગ્યને પ્રેરણા દ્વારા પ્રગટ પણ કરતા.
તેઓને કોઈ કામ પડે તો પણ હસ્તપ્રતની ઝેરોક્ષનું પાનું આપણાં હાથમાં હોય તો આસને ન બોલાવતા સામાં આપણી પાસે આવી પૂછી લેતા. આપણે કહીએ “તમો અમને આસને બોલાવો અમે જ આપના આસને આવી જઈશું.” તો તેઓ કહેતા કે “મારાં કામ કરતાં તમો જે કરો છો તે વધુ અગત્યનું છે અને કોઈ વખતે કાંઈ નવી વાત વાંચવામાં આવે તો પોતે કહેતા આ તો ધૂળ ધોયા નો ધંધો કહેવાય. જે નવુ મળે તે નોંધી રાખવું. કોઈ દિવસ કોઈની સાથે વાતો કરવા બેસી જઈએ. તો તરત ઠપકો આપતા. આજે તમારે પાનું ખોલવાનું નથી, વાતો તો આખી જીંદગી કરવાની જ છે. ક્યારેક વર્તમાનપત્ર લઈને બેસી જઈએ તો સમયનું બરોબર ધ્યાન રાખતા અને તરત બોલતાં આમાં શું છે? અડધો પોણો કલાકથી છાપું પકડી રાખ્યું છે.
આમ તેઓની અમારી ઉપર ગમે તેવા કાર્યમાં ખૂપેલાં હોવા છતાં ચાંપતી નજર રહેતી તે હવે રહેવાની નથી. એટલે હવે અમો તેમની ગેરહાજરીમાં કેટલું કામ કરીએ છીએ, તે અમારી પાત્રતા ઉપર છે. અને તે જ તેઓનું નામ ઉજ્જવળ બનાવવાનો તથા તેઓની જે અમારી પાસે આશા હતી તે વધુ સારી રીતે પૂર્ણ કરવાનો અવસર છે.
મને આશા છે કે આ કાર્ય બાબતમાં તો તેઓ જ્યાં હશે ત્યાં એમના આત્માને દુઃખ નહીં પહોંચે પણ અતિ આનંદ પામશે. બાકી કૃપા તો તેમની વરસી જ રહી છે. અને અમો તેમાંનું એક બુંદ પણ બહાર ન જાય તેમ તે ઝીલી લઈને તેઓને પ્રિય કાર્યમાં જ વાપરવાના.
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org