________________
ઉદય થતા લઘુભાઈઓને હું કેમ વંદન કરું તેમ વિચારી પાછા ફરે છે. એક વર્ષ પૂરું થતા બ્રાહ્મી-સુંદરીથી બોધ પામી લઘુભાઈઓને વંદન કરવા પગ ઉપાડે છે અને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
ત્યારબાદ મરીચી ત્રિદંડીનો વેષ રચે છે વગેરે વાત આવે છે. અંતે પ્રભુ ઋષભનો પરિવાર આયુષ્ય વગેરે બતાવી આદિનાથ ચરિત્ર પૂર્ણ કરે છે. અને ભરતને આરિલાભુવનમાં કેવળજ્ઞાન થતાં દેવ વડે અપાયેલ વેષને પહેરી ભૂમિ ઉપર વિચરી મોક્ષે પધારે છે. અને ૮૬૧ શ્લોક પ્રમાણ આદિનાથ ચરિત્ર પૂર્ણ કરે છે.
અજિતનાથ ચરિત્ર - ત્રણ ભવ બતાવવા પૂર્વક અજિતનાથ ભગવાનનો જન્મ દીક્ષા થાય છે. પ્રથમ બ્રહ્મદત્ત રાજાના ઘરે પારણું કરે છે. ત્યાં પારણું કરાવવા વાળાનું શું મહત્ત્વ છે તે શ્લોક દ્વારા દર્શાવે છે.
दत्तं येन जिनाय दानमतुल-श्रद्धाविशुद्धात्मना; तस्मिन्नेव भवे शिवेऽस्य गमनं, पुंसस्तृतीयेऽथवा । किं चान्येपि जना भवन्ति विरुज-स्तं वीक्षमाणाः क्षणम् क्षुद्रोपद्रवविद्रवश्च सकले, स्यात् तत्र भूमण्डले ॥८॥
(શાર્દૂવીડિતમ) અતિશ્રદ્ધાથી આત્માને વિશુદ્ધ કર્યો છે. એવા આત્માઓ વડે જિનેશ્વર ભગવંતને દાન અપાયું હોય તો તે પુરુષનું તે જ ભવે મોક્ષમાં ગમન થાય છે. કદાચ ન થાય તો ત્રીજા ભવે મોક્ષ થાય છે. અને તે પારણું જોનારા મનુષ્યો તો ક્ષણવારમાં રોગ વગરનાં તથા શુદ્રોપદ્રવ વગરના થાય છે.
પ્રભુને કેવળજ્ઞાન થાય છે. અને પ્રથમ દેશના આપે છે. निःसङ्ख्यानि दिनानि यान्ति विषय-व्यासङ्गतः प्राणिनां, जीवश्चेतयते न जातु यदहं, धर्मस्य सर्वं फलम् ।
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org