________________
શીલથી ધન્ય એવી આ કન્યા આપના ચરણની સેવા કરવામાં હોંશિયાર એવી આ મારી પુત્રી, અફીણ ભંડારવાળી આ લક્ષ્મી, કોઈ પણ દોષ વગરનું સુંદર આ ઘર, ઉત્સાહવાળા આ મારાં બાંધવો અને આ હું જે આપના ચરણકમળની સેવા કરવા તૈયાર થયો છું. આમાંથી આપને જે કાંઈ મનમાં વિચાર આવે તે આજ્ઞા કરો. હું તે આપના ચરણે અર્પણ કરું !
દાનધર્મ ન જાણનારા લોકોની તે વખતે આવી ચેષ્ટા હતી. ફરતા ફરતા શ્રેયાંસકુમારને ત્યાં પ્રભુ પધાર્યા અને તેમને જાતિસ્મરણજ્ઞાન થયું દાનધર્મનું સ્મરણ થયું. અને ત્યાં પધારેલા પ્રભુનો ખોબો શેરડીના રસથી ભરી દીધો. ત્યારે પ્રભુના હાથમાંથી એક ટીપું પણ નીચે પડતું નથી. તે ધન્ય દિવસ વૈશાખ સુદ-૩ નો હતો. અને તે દિવસે અક્ષય એવા દાનની પ્રવૃત્તિ થવાથી તે તૃતીયાની અક્ષયતૃતીયાપર્વ એવી પ્રવૃત્તિ થઈ. લોકોને પણ શ્રેયાંસકુમારને જાતિસ્મરણની વાત જણાવી દાન દેવાની વિધિ બતાવી. ત્યારબાદ જ્યારે પ્રભુને કેવળજ્ઞાન થાય છે. ત્યારે
ભરત મહારાજા ભદેવા માતાને પગે લાગવા જાય છે. મરુદેવા માતા આશીર્વાદ આપીને ભરતને કહે છે.
निवेदेन तरङ्गितः कवचितो, दुःखैरसह्योदयैरुद्वेगेन विपश्चित: परिचितो, मूर्छागमैर्दुर्गमैः ।। आतङ्कः कलुषीकृतः स्तबकितो-ऽन्तर्दाहकीलाशतैः, प्रव्रज्य व्रजिते सते मम दिनः, स्याद वत्स ! संवत्सरः ।।६६।।
(શાર્દૂ૦%ીડિતમ્) હે વત્સ ! પ્રવ્રજ્યા લઈને ગયેલ પુત્રને વિશેષ વિષાદ વડે તરંગિત થયેલ કયારેક અસહ્ય ઉદય પામેલ દુઃખ વડે વ્યાપ્ત થયેલ દુર્ગમ એવી મૂચ્છ વડે પરિચિત આતંક વડે કલુષિત થયેલ અંતરમાં દાહ કરતા એવા સેંકડો ખીલાથી ગાઢ થયેલ મારો દિવસ વર્ષ જેવો થાય છે, ત્યારે પ્રતિહારી પ્રભુને કેવલજ્ઞાન થયું છે. તેવી વધામણી આપે છે. એટલે
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org