________________
અગ્નિ ધારણ કરનાર બ્રાહ્મણો અને ત્રાજવાને ધારણ કરનાર વણિકોને આવું સાહસ (લૂંટારુ સાથે વેર) શોભતું નથી. સાહસ તો અભુત ભુજબળવાળા રાજાઓને જ શોભે છે. પોતાની જાતિના કાર્યોથી ઉપર જવું તે હિતકારી નથી. કીડીઓને પણ પાંખ આવે તે શું મૃત્યુ માટે નથી બનતી ?
અને આ તારો મિત્ર જે અશોકદત્ત છે, તેની મિત્રતા રાખવા જેવી નથી. તે તને ક્યારેક શોક આપનાર થશે. તે કાળમાં તે તે ક્ષેત્રોમાં માતા-પિતા કેટલું ધ્યાન રાખતા અને અવસરે એકાંતમાં હિતશિક્ષા આપતાં, તેનું ફળ વૃદ્ધાવસ્થામાં માતા-પિતાને જ મળે છે. તે આજના જમાનામાં માતા-પિતાએ ખાસ સમજવા જેવું છે.
ત્યારબાદ અવસર મેળવી ટૂંકમાં છ આરાનું સ્વરૂપ સમજાવી સાત કુલકરનાં ચરિત્રો ટૂંકમાં આલેખે છે. તેમાં હાકાર, માકાર અને ધિક્કારની નીતિ કઈ રીતે થતી, તે દર્શાવી નાભી કુલકરને ત્યાં મરુદેવા માતાની કુક્ષીએ ઋષભદેવ ભગવાનનો યુગલિકરૂપે જન્મ થાય છે. પ૬ દિકુમારિકા મહોત્સવ, મેરુપર્વત ઉપર અભિષેકનું વર્ણન કરી. સુનંદા અને સુમંગલા સાથે પ્રભુનો વિવાહ સ્વયં શક્રેન્દ્ર આવીને કરે છે. ત્યારબાદ ભરત, બાહુબલિ વગેરે સો પુત્રોની ઉત્પત્તિ, પ્રભુનો રાજ્યાભિષેક, ૧૦૦ શિલ્પો, સ્ત્રીની ૬૪ કળા, પુરુષોની ૭૨ કળા પ્રર્વતાવી, ૧૦૦ પુત્રોને રાજયની વહેંચણી કરી પ્રભુ દીક્ષા લે છે. ત્યારબાદ પારણા માટે એક વર્ષ સુધી ઘરે ઘરે ફરે છે. ત્યારે અતિસમૃદ્ધ લોકો હોવાથી દાનધર્મથી અજાણ પ્રજા હતી. અને તેવે વખતે ભિક્ષા માટે ઘરે આવેલા પ્રભુને જોઈને લોકો નમસ્કાર કરી વિનંતિ કરે છે. कन्याः शीलेन धन्याः, प्रभुचरणयुगा-ऽभ्यस्तपूजास्तनूजा; लक्ष्मीरक्षीणकोशा, गृहमनघगृहं, बान्धवाः सोद्धवाश्च । एषोऽहं स्वामिपादा-ऽम्बुरुहमधुकरः, किङ्करत्वायसजः, श्लाघ्यं यत्किञ्चिदेषु, स्फुरति मनसि व-स्तेन देयो नियोगः ।।५६।।(स्रग्धरा)
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org