________________
ये वर्णयन्ति कवयो वनितां नितान्त
मत्युक्तिभिर्तरुणलोकमनोऽनुरक्तयै । कन्दर्पसर्पविषविह्वलजीवलोक
त्राणाय ते गरलभारणिकां पठन्ति । । १६ ।। ( वसन्ततिलका)
જે કવિઓ યુવાનોનાં મનની પ્રીતિ માટે હંમેશા ઘણી ઉક્તિઓ વડે સ્ત્રીઓનું વર્ણન કરે છે, તેઓ કામદેવરૂપી સર્પના ઝેરથી ત્રાસી ગયેલ જીવ લોકના રક્ષણ માટે વિષની ભારી જ બતાવી રહ્યાં છે. મંગલાચરણ :
મંગલાચરણ જોતા કાદંબરી યાદ આવી જાય છે. અતિ લાંબુ મંગલાચરણ છતાં ગ્રંથ અપૂર્ણ રહ્યો છે. તેમણે જૈન શાસ્ત્રોના મહાકાવ્યોમાં જે પ્રથા છે, તે પ્રમાણે તીર્થંકરોની સ્તવના, વસ્તુનિર્દેશ, સજ્જન-દુર્જન ચર્ચા, આત્મલઘુતા, પૂર્વાચાર્યોનું સ્મરણ કે સ્વગુરુ નમસ્કાર દરેકના અલગ-અલગ શ્લોકો દ્વારા મંગલાચરણ ૨૫ શ્લોક જેટલું લંબાવ્યું છે.
આદિનાથ ચરિત્ર :
દરેક જિનેશ્વર ભગવંતના ચરિત્ર લખતા પહેલા અને પૂરું થતાં બન્ને જગ્યાએ એક એક શ્લોક દ્વારા તે તે જિનેશ્વર ભગવંતની સ્તુતિ ક૨વામાં આવી છે. આદિનાથચરિત્રથી મલ્લિનાથચરિત્ર સુધી હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિને જ નજરમાં રાખીને રચના થતી હોય તેમ લાગે છે. કેમકે દરેક ચરિત્રનાં નાનામાં નાના પ્રસંગને પણ તેમણે જે ક્રમે લીધો છે, તે જ ક્રમે લીધા છે. વચ્ચે વચ્ચે ઔપદેશિક શ્લોકો છે, તે અનુપ્રેક્ષણીય છે.
આદિનાથ ભગવાનનો ચોથો ભવ શતબલ રાજાનો પુત્ર મહાબલ તરીકે થાય છે. મહાબલ રાજ્યને યોગ્ય થતા તેને રાજ્ય આપતા પણ સંસાર ત્યાગની જ હિતશિક્ષા શતબલ રજા આપે છે.
૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org