________________
સંશોધન કાર્યને વેગવંતુ બનાવતા ઉપકારીઓ :
મારા માટે સ્વતંત્ર સંશોધિત આ પ્રથમ પુસ્તક છે. તેથી આ અવસરે દરેક ઉપકારીને યાદ ન કરવા તે એક સંશોધનની ખામી જ કહેવાયને પ. પૂ. આચાર્ય શ્રી વિજય શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. અમોને તગડી મુકામે ભેગા થયા. ત્યારે અમુક શ્લોકોના અર્થ વગેરે બરોબર સમજાવ્યા તથા અમુક શ્લોકોના પાઠ ઉકેલી શકતા ન હતા. તે તાડપત્રીની ઝેરોક્ષ મંગાવી મહેનત કરી ઉકેલ્યા. ત્રુટીત હતા તે પૂર્ણ કરી આવ્યા. તેઓએ અમુક જરૂરી સૂચનો કર્યા આવી લાગણી તો સંશોધનના વ્યસની જ બતાવી શકે.
સંશોધનની પદ્ધતિ તથા અમુક ગરબડવાળા પાઠોને ઉકેલવા વગેરે શીખવાડનાર પ.પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરીજી મ.સા.નો ઉપકાર વિસરાય તેમ નથી.
પ્રાચીન લિપીનો અભ્યાસ કરાવનાર પૂ. પં. શ્રી શ્રમણચંદ્રવિજયજી મ.નો હસમુખો ચહેરો સામે જ તરી આવે છે.
ફાઈનલ પ્રૂફ હોય કે કોઈ શબ્દનો અર્થ કરવો હોય કે કોઈ પાઠ ઉકેલવો હોય કે પરિશિષ્ટ મૂકવા અંગે કાંઈ વિચાર વિમર્શ કરવો હોય બધામાં તૈયાર પૂ. પં. શ્રી શ્રીચંદ્રવિજયજી મ.નો ઉપકાર તો શું ભુલાય.
મારા ગુરુજી પૂ. પં.શ્રી નિર્મળચંદ્રવિજયજી મ.સા. તેમના વિષે શું લખવુ. નાના મોટા દરેકની ભક્તિ કરવી કે તેને અનુકૂળ થઈ રહેવું તે તો એમનો સ્વભાવ જ છે. તેમનું ચઢેલું ઋણ તો હું ક્ય ભવે પૂર્ણ કરીશ.
મને સંસ્કૃતનો અભ્યાસ કરાવનાર પૂ. ગણિવર્ય શ્રી કુલચંદ્રવિજયજી મ. તો પાયામાં જ છે.
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org