Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના 11 4 11 Jain Education International પ્રસ્તાવના ભારતીય કથાસાહિત્ય જૈન ષ્ટિએ જગત્ અનાદિ તેમજ અનંત છે, પણ આધુનિક વૈજ્ઞાનિકોનું માનવું એ છે કે આશરે બે અમજ વર્ષોં ઉપર આ પૃથ્વી ઉત્પન્ન થઈ, અને એની સપાટી ઉપર ત્રીસ કરોડ વર્ષોં થયાં જીવા ઉત્પન્ન થયા છે અને ત્રણ લાખ વર્ષ થયાં માનવે ઉત્પન્ન થયા છે. આ બેમાંથી ગમે તે મત સ્વીકારાય તો પણ એ વાત તે નિર્વિવાદ છે કે અત્યાર સુધીમાં દેશિવદેશમાંથી જાતજાતનું સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં રચાયું છે અને એ બધું આજે મળતું નથી. જે ઉપલબ્ધ છે એમાં ઋગ્વેદનું સ્થાન પ્રાચીનતાની અપેક્ષાએ પ્રથમ છે અને એ ભારતવને માટે ગૌરવના વિષય છે. આ ઋગ્વેદ કઇ કથાઓના સ્વતંત્ર ગ્રન્થ નથી. તેમ છતાં એ દિશામાં પ્રકાશ પાડનારી હકીકતા એમાં નજરે પડે છે. જેમકે આખ્યાનસૂતા તરીકે ઓળખાવાતાં સૂક્તો, યમ અને યમીના સંવાદ (મ'. ૧૦, સૂ. ૧૦), પુરુરવા અને ઉશીના સવાદ (મ'. ૧૦, સૂ. ૯૫) તેમ જ ઇન્દ્ર અને નૃત્ર (મ., સૂ. ) સંખ’ધી હકીકત, ઋગ્વેદ પછીનું સ્થાન ભારતીય ઉપલબ્ધ સાહિત્યમાં કોઈનુ હાય તો તે રબ્રાહ્મણાનું છે. એમાં પુરુરવા અને ૧ બીન્ન પણ કેટલાક સંવાદો છે. જેમકે ઇન્દ્ર અને ખન્દ્રાણી ( મં. ૧૦, મુ. ૮૬ ), વ ુઝુ અને અગ્નિ ( નં. ૧૦, સે. પ૧), વરુણ અતે ઇન્દ્ર ( નં. ૪, સ. ૪૨ ), વિશ્વામિત્ર અને નદીએ ( નં. ૩, સૂ. ૩૩) તેમજ સરમા અતે શુિ (નં. ૧૦, સૂ. ૧૦૮) વચ્ચેના સંવાદો, ૨ ‘શતપથ બ્રાહ્મણુમાં કેટલીક નૈતિક કથાઓ ' એ શીર્ષકપૂર્વક એ લેખા ડૉ. એચ. આર. કણ કે લખ્યા છે. એમાં કેટલીક થાઓ તેમણે ઈંગ્રેજીમાં આપી છે. એક લેખમાં લેકસાહિત્ય અને કહેવતો વિષે કેટલાક ઊડાપોડ તેમણે કર્યાં છે. વિશેષમાં ભારતીય કથાસાહિત્યનું મહત્ત્વ તેમણે સૂચવ્યું છે. For Private & Personal Use Only zacz 114 11 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130