________________
તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧
3
તારાદૃષ્ટિમાં રહેલા યોગીનો બોધ મિત્રાદ્દષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ છે, તેથી મિત્રાદષ્ટિ કરતાં અધિક બોધવાળી આ તારાષ્ટિ છે.
પ્રશસ્ત નિયમો :- મિત્રાદષ્ટિમાં રહેલા યોગીને ઇચ્છાદિ ચાર પ્રકારના યમમાંથી કોઈક યમ ગુણ પ્રગટેલો હોય છે, તેમ તારાદૃષ્ટિમાં રહેલા યોગીને ઇચ્છાદિ ચાર પ્રકારના નિયમમાંથી કોઈક નિયમ ગુણ પ્રગટે છે.
હિતના આરંભમાં અનુદ્વેગ :- મિત્રાદષ્ટિમાં રહેલા યોગીમાં આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં અખેદ નામનો ગુણ હોય છે. તેથી ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન કરવાનું આવે ત્યારે તેઓને ખેદ નથી થતો, પરંતુ ઉત્સાહથી પ્રવૃત્તિ હોય છે. આમ છતાં કષ્ટસાધ્યતાનું જ્ઞાન થાય તો તે અનુષ્ઠાન કરતી વખતે મિત્રાદૃષ્ટિવાળા યોગીને ઉદ્વેગ પણ આવી શકે, જ્યારે તારાદષ્ટિવાળા યોગીને પારલૌકિક અનુષ્ઠાનમાં ઉદ્વેગ દોષ હોતો નથી. તેથી જે અનુષ્ઠાન પોતાના હિતનું કારણ છે, તે અનુષ્ઠાન કષ્ટસાધ્ય છે તેવું જણાય, તોપણ પ્રમાદ વિના સ્વશક્તિઅનુસાર અનુષ્ઠાન સેવવા માટે યત્ન કરે છે, અને કષ્ટસાધ્ય અનુષ્ઠાનમાં યત્ન કરતાં કરતાં ક્યારેક પ્રમાદ થઈ જાય તો આ યોગીને સંત્રાસ થાય છે, કે “હા ! વિરાધોડö’ અર્થાત્ ‘હા ! હું વિરાધક છું,’ જેથી મારા હિતકારી અનુષ્ઠાનમાં સમ્યગ્ યત્ન કરી શકતો નથી, આવો સંત્રાસ થાય છે, પરંતુ ક્યારેય તે અનુષ્ઠાનને રાજવેઠની જેમ કરતો નથી.
તે
:
તત્ત્વવિષયક જિજ્ઞાસા ઃ- મિત્રાદષ્ટિવાળા યોગીને તત્ત્વવિષયક અદ્વેષ હતો, તેથી તત્ત્વ સાંભળવાની પ્રવૃત્તિ તેને પ્રીતિનું કારણ બનતી હતી. આમ છતાં મિત્રાદ્દષ્ટિમાં જિજ્ઞાસા ગુણ પ્રગટ થયેલો નથી; કેમ કે જિજ્ઞાસાને અનુકૂળ એવો કંઈ જ બોધ મિત્રાદૃષ્ટિમાં નથી, જ્યારે તારાદૃષ્ટિમાં મિત્રાદ્રષ્ટિ કરતાં કંઈક અધિક બોધ થયો છે. તેથી તે સામાન્ય બોધને કારણે વિશેષને જાણવાની જિજ્ઞાસા આ દૃષ્ટિમાં થાય છે, જે જિજ્ઞાસા તત્ત્વ પ્રત્યેના અદ્વેષપૂર્વક તત્ત્વના સ્વીકારને અનુકૂળ પરિણામવાળી છે. તેથી આવા યોગીઓને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો ધીરે ધીરે અતત્ત્વની નિવૃત્તિ થાય છે અને તત્ત્વની પ્રાપ્તિ થાય
9.11911
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org