Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 104
________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ ૮૫ પુણ્ય બાંધતા હોય તોપણ એકાંતે પાપાનુબંધી પુણ્ય બાંધે છે; અને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં કંઈક વિપર્યાસ ગયો છે, તે અપેક્ષાએ તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. આથી મેઘકુમારને હાથીના ભાવમાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે; તોપણ પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં જેમ માર્ગાનુસારી બોધને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તેમ વિપર્યાસને કારણે પાપાનુબંધી પુણ્ય પણ બંધાય છે. તેથી પુણ્યાનુબંધી પુણ્યની વિવક્ષા કરી ત્યારે તે જીવો પાપાનુબંધી પુણ્ય બાંધે છે, તેની વિવક્ષા કરેલ નથી; અને જ્યારે ચાર દૃષ્ટિવર્તી જીવો અવેદ્યસંવેદ્યપદને કારણે પાપાનુબંધી પુણ્ય બાંધે છે, એમ શાસ્ત્રકારોએ કહ્યું, ત્યારે માર્ગાનુસારી બુદ્ધિથી જે પુણ્યાનુબંધી પુણ્ય થાય છે, તેની વિવક્ષા કરી નથી; કેમ કે પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલા જીવોમાં વર્તતા અવેદ્યસંવેદ્યપદ કૃત કેવું પુણ્ય બંધાય છે, તે અહીં બતાવવું છે. Iળી અવતરણિકા: પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ચાર દૃષ્ટિ સુધીના જીવોમાં સ્કૂલ બોધનું બીજ એવી અપાયશક્તિ વિદ્યમાન છે, તેથી તેઓને સૂક્ષ્મબોધ નથી. હવે પ્રથમતી ચાર દૃષ્ટિવાળા જીવોમાં વૈરાગ્ય છે, તે પણ જ્ઞાનગર્ભિત નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ।।२८।। અન્વયાર્થ: (તત્ર ત્યાં=અવેધસંવેદ્યપદમાં) મોદાર્મિત વેરાથા=મોહગર્ભવાળા વૈરાગ્યથી યોગી પ્રવૃત્તિરપિ યોગની પ્રવૃત્તિ પણ ૩ત્તરામપાયનનન =ઉત્તરમાં અપાયને ઉત્પન્ન કરનારી મોદવાનાં-મોહવાસનાને પ્રસૂતે ઉત્પન્ન કરે છે. ૨૮ શ્લોકાર્ચ - (અવેધસંવેધપદમાં) મોહગર્ભવાળા વૈરાગ્યથી યોગની પ્રવૃત્તિ પણ ઉત્તરમાં અપાયને ઉત્પન્ન કરનારી મોહવાસનાને ઉત્પન્ન કરે છે. ર૮II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120