Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 117
________________ ૯૮ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ જીતવાનું કહે છે; કેમ કે અન્યને અવેઘસંવેદ્યપદ જીતવાનો ઉપદેશ આપવો નિષ્ફળ છે. તેથી ગ્રંથકારશ્રી અવેઘસંવેદ્યપદને જીતવા માટેના અધિકારી જીવોને ઉદ્દેશીને જીતવા માટેનો ઉપદેશ આપે છે, અને પોતાની તે વાતની પુષ્ટિ ક૨વા અર્થે કહે છે કે “આથી જ અનુવાદપર જ આગમ છે”, તેમ યોગાચાર્યો કહે છે. તેથી એ ફલિત થાય કે જેમ આગમ પણ કોઈ જીવના અવેઘસંવેદ્યપદને જિતાવી શકતું નથી, તેમ ગ્રંથકારશ્રીનો ઉપદેશ પણ કોઈ જીવના અવેઘસંવેદ્યપદને જિતાવી શકતો નથી; પરંતુ જેમ આગમ યોગમાર્ગના કથનનો અનુવાદ કરે છે, તેમ ગ્રંથકા૨ પણ યોગ્ય જીવોને આ અવેધસંવેદ્યપદ જીતવા જેવું છે, એવું કથન કરે છે; અને જીતવાનું કાર્ય તો યોગ્ય જીવ સ્વપરાક્રમથી જ કરે છે. તેથી જીતવાનો ઉપદેશ પણ આપવો હોય તો અધિકારીને આપવાથી તે સફળ બની શકે, અનધિકારીને અપાયેલો ઉપદેશ ક્યારેય સફળ બનતો નથી. આથી જ ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને ઉદ્દેશીને અવેધસંવેદ્યપદ જીતવાનો ઉપદેશ આપ્યો છે. અહીં પ્રશ્ન થાય કે આગમ તો સન્માર્ગમાં પ્રવર્તક છે. તેથી આગમને સન્માર્ગ પ્રવર્તક ન કહેતાં આગમ અનુવાદપર છે, તેમ યોગાચાર્યોએ કેમ કહ્યું ? તેથી કહે છે આગમ અયોગ્ય જીવોમાં નિયોગ કરતું નથી=સમ્યગ્ વ્યાપાર કરાવી શકતું નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે આગમ તો પદાર્થનું નિરૂપણ માત્ર કરે છે, પ્રવૃત્તિ કરાવી શકતું નથી, પ્રવૃત્તિ તો જીવ સ્વપરાક્રમથી જ કરે છે. માટે યોગાચાર્યોએ કહ્યું કે આગમ અનુવાદપર જ છે અર્થાત્ માત્ર દિશા બતાવે છે. અહીં વિશેષ એ છે કે દૃષ્ટિબહારના જીવો ઉત્તમ પુરુષોના યોગથી કે સત્શાસ્ત્રોના યોગથી પણ પોતાનામાં રહેલા વિપર્યાસરૂપ અવેદ્યસંવેદ્યપદને કાઢી શકતા નથી; અને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવો સંસારથી ભય પામેલા છે, તત્ત્વના અર્થી છે અને મોક્ષે જવાના અભિલાષવાળા છે, તેથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે; અને આવા જીવો પણ અત્યંત માર્ગાનુસારી બુદ્ધિથી સત્શાસ્ત્રોમાં પ્રયત્ન ન કરે તો સૂક્ષ્મબોધ નહીં હોવાને કારણે ક્યાંક વિપરીત બોધ પણ થાય. આમ છતાં, જો તેઓ પ્રસ્તુત ઉપદેશને ગંભીરપણે વિચારે અને તે ઉપદેશ તેમના હૈયાને સ્પર્શે, તો પ્રથમની ચાર દષ્ટિવાળા જીવો સત્પુરુષોનો સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120