________________
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૭
૧૯ અને વળી પોતાનું જીવન અનુચિત પ્રવૃત્તિઓથી વ્યાપ્ત દેખાતું હોય તો ભવનો અત્યંત ભય ઉત્પન્ન થાય; પરંતુ બીજી દૃષ્ટિવાળા જીવો સંસારની વિડંબના કરાવે તેવા પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ કરતા નથી અને વિચારક પણ છે. તેથી જાણે છે કે “આ ભવ અનેક ભયોથી વ્યાપ્ત છે, તો પણ મને આ યોગમાર્ગ ગમે છે. વળી હું તેવા પ્રકારની અશુભ પ્રવૃત્તિ કરતો નથી. માટે ક્રમસર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને આ ભવથી છૂટીશ.” આ પ્રકારની માર્ગાનુસારી વિચારણાના બળથી તેને ભાવથી ઉત્પન્ન થતો તીવ્ર ભય લાગતો નથી. આમ છતાં કંઈક ભય પણ લાગે જ છે, તે બતાવવા માટે જ તીવ્ર ભય નથી, તેમ શ્લોકમાં કહ્યું. છતાં કંઈક ભય લાગવાનું કારણ ભવનું ભયંકર સ્વરૂપ તેને દેખાય છે, ભવોની વિડંબના દેખાય છે. તેથી તેને ભય લાગે છે કે “જો હું પ્રમાદ કરીશ તો હું પણ આવી ભવની મહાપરિભ્રમણાની વિડંબનાને પામીશ.” આવો કંઈક ભય તેને જાગૃતિનું કારણ બને છે; અને અતિ ભય નથી, તેથી તે વિહ્વળ બનતો નથી, એ અર્થ ફલિત થાય છે.
(૫) ઉચિત ક્રિયાનો ત્યાગ કરતો નથી - આ દૃષ્ટિવાળા જીવોને સર્વ જ પ્રવૃત્તિઓમાં ધર્મનો આદર હોવાથી કોઈપણ કાર્યમાં ઉચિત ક્રિયાની હાનિ નથી, પરંતુ સર્વ કૃત્યો ઉચિત રીતે કરે છે. એટલે કે આ જીવ સંસારમાં રહેલો હોય ત્યારે માતા-પિતા-સ્વજનાદિ સાથે જે કંઈ ઉચિત કૃત્યો હોય તે કરે, અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાની શક્તિ અનુસાર જે ઉચિત કૃત્યો હોય તે કરે; કેમ કે બીજી દૃષ્ટિવાળા જીવોને કંઈક સ્પષ્ટ બોધ હોવાથી ધર્મમાં આદર હોય છે, અને ધર્મ હંમેશાં ઉચિત કૃત્યો પ્રત્યે પ્રવૃત્તિ કરાવે છે. અને તે ઉચિત કૃત્યો માર્ગાનુસારીના ૩૫ ગુણોરૂપ છે. તેથી આ દૃષ્ટિવાળા જીવો પ્રાયઃ સ્વબોધાનુસાર માર્ગાનુસારી કૃત્યોમાં યત્ન કરે છે.
(૯) અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા નથી - સામાન્ય રીતે જીવ કષાયને વશ થઈને અનુચિત ક્રિયા કરતો હોય છે. આ બીજી દૃષ્ટિવાળા જીવો પણ કષાયને વશ થઈને ક્યારેક અનુચિત ક્રિયા પણ કરે, આમ છતાં અત્યંત અનુચિત ક્રિયા બીજી દૃષ્ટિવાળા જીવો અનાભોગથી પણ કરતા નથી; અને ધર્મ, અર્થ અને કામના વિષયમાં બીજી દૃષ્ટિવાળા જીવોને અનુચિત પ્રવૃત્તિ ક્યારેક થઈ પણ શકે છે, તોપણ કંઈક વિવેકવાળા હોવાથી સાધુજનની નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org