Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ ૪૨ તારાદિત્રયદ્વાઝિશિકા/બ્લોક-૧૬-૧૭ પ્રગટેલો છે, તેથી શક્તિના પ્રકર્ષથી શ્રવણની સામગ્રી મેળવવા પ્રયત્ન કરે, અને કદાચ તેવા ઉપદેશક ન મળે તોપણ યોગગ્રંથાદિનું અધ્યયન કરીને પણ શ્રવણગુણના બળથી યોગમાર્ગના બોધમાં યત્ન કરે છે, અને ચોથી દૃષ્ટિમાં પ્રગટ થયેલો શ્રવણગુણ શીધ્ર સમ્યગુબોધનું કારણ બને છે. અહીં વિશેષ એ છે કે શ્લોક-૧૪માં બતાવ્યું કે ત્રીજી દૃષ્ટિમાં શુશ્રુષાગુણવાળાને શ્રવણક્રિયાનો અભાવ હોય તો પણ શુશ્રુષાગુણથી કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તેમ ચોથી દૃષ્ટિમાં એમ ન કહ્યું કે શ્રવણગુણવાળા એવા યોગીને શ્રવણસામગ્રીનો અભાવ હોય તોપણ શ્રવણગુણને કારણે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. તેથી ફલિત થાય છે કે શુશ્રુષાગુણવાળા જીવોને શ્રવણની ક્રિયા હોય, ન પણ હોય; જ્યારે શ્રવણગુણવાળા જીવોને અવશ્ય શ્રવણક્રિયા હોય જ છે. આથી અર્થથી એ જણાય છે કે બાહ્ય ઉપદેશક ન મળે તોપણ શાસ્ત્રના બળથી ચોથી દૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગને જાણવા માટે અવશ્ય યત્ન કરે છે; જે શ્રવણગુણનું કાર્ય છે. સૂક્ષ્મબોધવિવર્જિતઃ ચોથી દૃષ્ટિ સૂક્ષ્મબોધથી રહિત છે; કેમ કે વેદસંવેદ્યપદની પ્રાપ્તિ નથી. આ કથનથી પૂર્વની ત્રણ દૃષ્ટિઓ પણ સૂક્ષ્મબોધથી વર્જિત છે, તેમ અર્થથી સમજી લેવું. સૂક્ષ્મબોધ એટલે બંધ અને મોક્ષનાં કારણોનો યથાર્થ બોધ; કેમ કે વેદ્યસંવેદ્યપદ સૂમબોધરૂપ છે, અને બંધ અને મોક્ષનાં કારણો બંધ અને મોક્ષના કારણરૂપે વેદ્ય છે, અને તે રીતે જ યથાર્થ સંવેદન જે પદમાં હોય તે વેદ્યસંવેદ્યપદ, અને તેવું વેદ્યસંવેદ્યપદ ચોથી દષ્ટિ સુધી નથી. તેથી યોગમાર્ગનો ઘણો બોધ હોવા છતાં આ દૃષ્ટિ સૂક્ષ્મબોધથી રહિત છે. I૧૬ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૬માં કહ્યું કે ચોથી દૃષ્ટિ પ્રાણાયામવાળી છે. તેથી પ્રાણાયામ શું છે? તે બતાવવા માટે પ્રથમ દ્રવ્યપ્રાણાયામ બતાવે છે, જે પ્રાણાયામોને પતંજલ ઋષિએ સ્વીકાર્યા છે; અને ત્યારપછી તે પ્રાણાયામ યોગમાર્ગમાં કઈ રીતે ઉપયોગી નથી, અને કઈ રીતે ઉપયોગી છે, તેનું સ્પષ્ટીકરણ કરીને પ્રસ્તુત દૃષ્ટિમાં ભાવપ્રાણાયામ જ ગ્રહણ કરવાના છે, તે વાત શ્લોક-૧૮ સુધી બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120