________________
૬૧
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૧ થાય તો તેઓમાં રહેલ પુણ્યબીજ યોગમાર્ગને પ્રગટ કરે તેવું કલ્યાણના કારણભૂત બીજ, વૃદ્ધિને પામે છે. જેમ બીજને મધુર પાણીનો યોગ થાય ત્યારે તે બીજ “આ પાણી મધુર છે તેવું સ્પષ્ટ જાણતું નથી, તોપણ તે બીજ મધુર પાણીના યોગથી વિકાસને પામે છે, તેમ ચોથી દૃષ્ટિવાળા જીવોને સૂક્ષ્મબોધ નહીં હોવાને કારણે તત્ત્વવિષયક સ્પષ્ટ સંવિત્તિનો અભાવ છે, આમ છતાં, તેઓમાં તત્ત્વશ્રવણગુણ પ્રગટ્યો છે, જે તત્ત્વના નિર્ણયનું અવંધ્યકારણ છે. આ તત્ત્વશ્રવણક્રિયામાં અચિંત્ય સામર્થ્ય છે, માટે તે તત્ત્વશ્રવણની ક્રિયાથી આત્મામાં પૂર્વમાં પડેલા પુણ્યબીજની વૃદ્ધિ થાય જ છે; કેમ કે ચોથી દૃષ્ટિવાળા જીવો તત્ત્વશ્રવણકાળમાં તત્ત્વ ક્યાં રહેલું છે, તેને જાણવા માટે અત્યંત ઉપયુક્ત થઈને તત્ત્વશ્રવણમાં યત્ન કરે છે. તેથી તત્ત્વશ્રવણકાળમાં સ્વરુચિ પ્રત્યેના વલણરૂપ અતત્ત્વશ્રવણના ત્યાગપૂર્વક તેમનો તત્ત્વશ્રવણનો યોગ છે, જેથી આત્મામાં પડેલાં યોગબીજો વિકાસને પામે છે.
અહીં વિશેષ એ છે કે ચાર દૃષ્ટિ સુધી જીવનું હજુ કંઈક અતત્ત્વ તરફનું વલણ પડ્યું છે, અને ત્રણ દૃષ્ટિ સુધીના જીવો તત્ત્વશ્રવણની ક્રિયા કરતા હોય ત્યારે પણ સ્વવલણ અનુસાર તત્ત્વને કંઈક વિપરીત પણ જોડે, અને કંઈક તત્ત્વને યથાર્થ પણ પ્રાપ્ત કરે. તેથી ત્રણ દૃષ્ટિવાળા જીવોની તત્ત્વશ્રવણની ક્રિયા અતત્ત્વશ્રવણના ત્યાગપૂર્વકની જ હોય છે એવો નિયમ નથી, પરંતુ
ક્વચિત્ અતત્ત્વશ્રવણના ત્યાગપૂર્વક પણ હોય, તો ક્વચિત્ અતત્ત્વશ્રવણથી સંવલિત પણ હોય; કેમ કે તત્ત્વશ્રવણકાળમાં પણ પ્રથમની ત્રણ દૃષ્ટિવાળા જીવો ક્યારેક સ્વરુચિ પ્રમાણે પદાર્થને જોડે, તે પારમાર્થિક તત્ત્વશ્રવણની ક્રિયા નથી, પરંતુ અતત્ત્વશ્રવણની ક્રિયા છે. આમ છતાં તત્ત્વ પ્રત્યેના પક્ષપાતને કારણે જે કંઈ યથાર્થ બોધ કરે છે, તે તત્ત્વશ્રવણની ક્રિયાનું ફળ છે. તેથી ત્રણ દૃષ્ટિવાળા જીવો તત્ત્વશ્રવણથી પણ કંઈક તત્ત્વનો બોધ કરે છે; આમ છતાં તેઓ પ્રાયઃ અનાભોગબહુલ હોય છે. તેથી તેઓ પૂર્ણ તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી, જ્યારે ચોથી દૃષ્ટિવાળા જીવો તો તત્ત્વબોધનું અવંધ્ય કારણ બને તેવા તત્ત્વશ્રવણગુણવાળા હોય છે, અને તત્ત્વશ્રવણકાળમાં પોતાની રુચિ ક્યાંય તત્ત્વના વિભાગમાં વ્યાઘાતક ન બને તે રીતે તત્ત્વના પારમાર્થને જાણવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org