________________
તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
૫૩
આમ છતાં પ્રવૃત્તિના પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધી લક્ષ્યને અનુરૂપ સુદૃઢ ઉપયોગને પ્રવર્તાવવાનું ધૈર્ય ન હોય તો લક્ષ્યના ઉપયોગમાં સ્ખલનાઓ થાય છે; પરંતુ જે યોગી રાગાદિથી આકુળ થયા વગર પ્રતિજ્ઞાકાળ સુધી નિર્ણીત થયેલા લક્ષ્યને અનુરૂપ ઉપયોગને પ્રવર્તાવી શકે, તેનામાં ધૈર્ય છે; અને આવા ધૈર્યવાળા યોગી વચ્ચે કોઈ વિઘ્ન આવે તોપણ પોતાની શક્તિને અનુરૂપ તે વિઘ્નની ઉપેક્ષા કરીને લક્ષ્યને અનુરૂપ યત્ન કરે છે. વળી, જેઓમાં લક્ષ્યને સાધવાને અનુકૂળ ધૈર્ય નથી, તેઓને વિઘ્ન આવે તો તો યોગમાર્ગની પ્રવૃત્તિમાં સ્ખલના થાય છે, પરંતુ બાહ્ય વિઘ્ન ન આવે તોપણ પ્રતિજ્ઞાકાળ સુધી તેઓ લક્ષ્યને અનુરૂપ પ્રયત્ન કરી શકતા નથી. માટે ધૈર્ય પણ યોગનિષ્પત્તિમાં કારણ છે.
(૪) સંતોષ=આત્મામાં રમણતારૂપ સંતોષ :
યોગમાર્ગમાં ઉત્સાહથી પ્રવૃત્ત થયેલા યોગી ધૈર્યપૂર્વક યત્ન કરતા હોય, છતાં આત્મિક ભાવોમાં રહેવામાં તોષ ન હોય તો અલ્પકાળ પછી તે પ્રવૃત્તિમાં પોતાનો યત્ન થઈ શકતો નથી; પરંતુ જેનું ચિત્ત આત્મિક ભાવોમાં જ તોષ પામનારું છે, તેવા યોગી શક્તિ હોય તો અનવરત યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે. જેમ સંયમના અર્થી પણ શ્રાવક મહાધૈર્યપૂર્વક સામાયિક-પૌષધ દ્વારા સંયમને અનુકૂળ શક્તિસંચય કરતા હોય, તોપણ આજીવન એ જ ભાવોમાં તોષ લઈ શકે તેવો પરિણામ જો તેઓને પ્રગટ્યો ન હોય, તો સામાયિક આદિ કાળમાં વર્તતા ઉત્તમ ભાવો પ્રત્યે ચિત્તનું આકર્ષણ હોવા છતાં, તે પ્રવૃત્તિને છોડીને ફરી સંસારની અન્ય પ્રવૃત્તિમાં તેઓ જોડાય છે; કેમ કે તે ભાવોમાંથી સતત તોષ લઈ શકે તેવું ઉત્તમ માનસ હજુ તેઓનું તૈયાર થયું નથી. તેથી આત્મિક ભાવોમાંથી તોષ લેવાનું માનસ પણ યોગમાર્ગની પ્રવૃત્તિમાં કારણ છે. (૫) તત્ત્વદર્શન=‘યોગ એ જ પરમાર્થ છે' એ પ્રમાણે સમાલોચન :યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીઓ ઉત્સાહથી પ્રવૃત્ત થયા હોય, કર્ત્તવ્યનો સ્થિર નિર્ણય હોય, ધૈર્યપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય અને આત્મિક ભાવોમાં જ તોષ વર્તતો હોય, છતાં વારંવાર તત્ત્વનું સમાલોચન ન કરવામાં આવે તો
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org