________________
તારાદિત્રયહાત્રિશિકા/બ્લોક-૧૧ ભાવાર્થ :બલાદષ્ટિમાં વર્તતા સ્થિર અને સુખકારક આસનનું સ્વરૂપ :
ત્રીજી દૃષ્ટિમાં મોક્ષને અનુકૂળ એવું આત્માનું સ્થિર અને સુખકારક આસન પ્રગટ થાય છે, જેનાથી મોક્ષને અનુકૂળ એવી જીવની ઉત્તમ પ્રકૃતિ ક્રમસર વિકાસ પામશે. જેમ પહેલી દૃષ્ટિમાં યમના સેવનથી સંસારના ભાવોથી વિમુખ જીવનો યત્ન થયો, બીજી દૃષ્ટિમાં નિયમના સેવનથી મોક્ષને અનુકૂળ એવા કોઈક ભાવોમાં જીવનો યત્ન થયો, તેમ ત્રીજી દૃષ્ટિમાં સ્થિરતાપૂર્વક અને સુખપૂર્વક મોક્ષને અનુરૂપ ચિત્ત નિષ્પન્ન કરવાનો પ્રયત્ન શરૂ થયો, જે સ્થિર સુખ આસનરૂપ છે. બલાદષ્ટિમાં વર્તતા સ્થિર અને સુખકારક આસનનું કારણ -
(૧) અસત્તૃષ્ણા અને ત્વરાનો અભાવ - આ સ્થિર અને સુખકારક આસન પ્રગટ થવામાં અસત્તૃષ્ણાનો અને ત્વરાનો અભાવ કારણ બને છે.
કોઈ લક્ષ્ય તરફ જવા માટે યત્ન કરતા સાધકને ઇન્દ્રિયોની ઉત્સુકતા થવાને કારણે લક્ષ્યને છોડી આજુબાજુના પદાર્થોને જોવાની-જાણવાની જે તૃષ્ણા થાય છે, તે અસત્ તૃષ્ણા છે. વસ્તુતઃ સ્વજીવનનિર્વાહની આવશ્યકતાથી અધિક જેની તૃષ્ણા શાંત થઈ છે, તેવા સાધકો દેહના રક્ષણ માટે આવશ્યક જરૂરિયાતો પ્રાપ્ત થઈ જાય તો અન્ય અન્ય પદાર્થોની ઇચ્છા કરતા નથી, તેથી મોક્ષ સાધક અનુષ્ઠાન સ્થિરતાથી કરી શકે છે.
વળી યોગમાર્ગની પ્રવૃત્તિ કરતી વખતે કાર્ય શીધ્ર સમાપ્ત કરવાની ઇચ્છારૂપ ત્વરા હોય તોપણ તે યોગમાર્ગની પ્રવૃત્તિ સમ્યગૂ થતી નથી, તેથી ત્રીજી દૃષ્ટિવાળા યોગી ત્વરારહિત ધર્મઅનુષ્ઠાન કરે છે.
(૨) પ્રયત્નની શ્લથતા અને આતંત્યમાં સમાપત્તિ - અસત્તૃષ્ણા અને ત્વરાનો અભાવ થયા પછી લક્ષ્યને નિષ્પન્ન કરવા અર્થે “અદ્દેશથી હું આસનને બાંધું એવી ઇચ્છાથી અંગને શિથિલ કરીને આસનને બાંધે, અને ત્યારપછી આકાશગત અને કાળગત આતંત્યમાં સમાપત્તિ કરવા યત્ન કરેaઉપયોગપૂર્વક મનનું તાદાભ્ય કરે, તો તેના બળથી સ્થિર અને સુખરૂપ આસન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org