Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 36
________________ ૧૭ તારાદિત્રયદ્વાબિંશિકા/બ્લોક-૬-૭ આ દૃષ્ટિમાં રહેલા યોગીઓનો ભાવયોગીઓ પ્રત્યેનો આવા પ્રકારનો પક્ષપાત તે શુદ્ધ પક્ષપાત છે, અને તે શુદ્ધ પક્ષપાતથી તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે; અને જ્યારે તે પુણ્યાનુબંધી પુણ્ય વિપાકમાં આવે છે ત્યારે આ યોગીને નીચે મુજબનાં ફળો પ્રાપ્ત થાય છે. (૧) યોગવૃદ્ધિ :- ભાવયોગી પ્રત્યેના શુદ્ધ પક્ષપાતથી બંધાતા પુણ્યના ઉદયથી પૂર્વ કરતાં વિશેષ પ્રકારના યોગમાં યત્ન ઉલ્લસિત થવા રૂપ યોગવૃદ્ધિ થાય છે. (૨) લાભાંતર:- યોગવૃદ્ધિ સાથે અન્ય લાભરૂપે સંસાર અવસ્થામાં ધનાદિનો લાભ પણ થાય છે. (૩) શિષ્ટસંમતતા - વળી આવા જીવો ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાથી શિષ્ટ પુરુષોને સંમત બને છે. (૪) શુદ્રોપદ્રવ હાનિ :- આવા જીવોને કોઈક કર્મના ઉદયથી રોગાદિ થયા હોય તો તે રોગાદિરૂપ શુદ્ર ઉપદ્રવોની હાનિ પણ થાય છે. ભાવયોગી પ્રત્યે કરાયેલા બહુમાનના ફળરૂપે આ સર્વ લાભ થાય છે, તેમ જાણવું. IIકા અવતરણિકા - વળી બીજી દૃષ્ટિમાં પ્રગટ થતા અવ્ય ગુણોને કહે છે – શ્લોક - भयं न भवजं तीव्र हीयते नोचितक्रिया । न चानाभोगतोऽपि स्यादत्यन्तानुचितक्रिया ।।७।। અન્વયાર્થ: ભવન તીવ્ર મયં =સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી, નોતિક્રિયા રીતે અને ઉચિત ક્રિયા હીન થતી નથી, અનામો તોડપ =અને અનાભોગથી પણ અત્યાર ન થા—અત્યંત અનુચિત ક્રિયા ન થાય. liા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120