Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 35
________________ ૧૬ તારાદિત્રયહાર્નાિશિકા/બ્લોક-૧ ટીકાર્ચ - માં...... ધ્યેયમ્ ! આ દૃષ્ટિમાં યોગકથામાં અવિચ્છિન્ન=ભાવપ્રતિબંધસારપણાથી વિચ્છેદરહિત, યોગકથાઓમાં પ્રીતિ થાય છે, અને યોગીઓમાંભાવયોગીઓમાં યથાશક્તિ સ્વશક્તિના ઔચિત્યથી, ગ્રાસાદિ સંપાદન દ્વારા ઉપચાર છે= ભક્તિ કરવાની ક્રિયા છે, અને અમ્યુત્થાન-ગુણગાનાદિ દ્વારા બહુમાન છે, અને શુદ્ધ પક્ષપાતથી જ યોગમાર્ગના શુદ્ધ પક્ષપાતથી જન્ય, પુણ્યના વિપાકથી યોગવૃદ્ધિ પૂર્વમાં જે યોગની પ્રાપ્તિ થઈ છે, તેનાથી અધિક યોગની પ્રાપ્તિ, લાભાન્તર=અન્ય લાભ અર્થાત્ યોગવૃદ્ધિ કરતાં અન્ય એવા ધનાદિનો લાભ, શિષ્ટ સમતત્વ=શિષ્ટ સંમતપણું અર્થાત્ શિષ્ટ પુરુષોને સંમત બને અને શુદ્રોપદ્રવ હાતિ=રોગાદિ કે દરિદ્રતાદિ જે ક્ષુદ્ર ઉપદ્રવ હોય તેનો નાશ આદિ ફળવાળો આ છે યોગીઓમાં ઉપચાર અને બહુમાન છે, એ પ્રમાણે જાણવું. list ભાવાર્થતારાદષ્ટિવાળા યોગીને પ્રગટતા અન્ય ગુણો - (૧) યોગકથામાં પ્રીતિ - તારાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગકથાઓમાં ભાવથી પ્રતિબંધ હોય છે, તેથી યોગકથા સાંભળવા માટે અવિચ્છિન્ન પ્રીતિ વર્તે છે. જેમ ભોગના રાગી જીવને ભોગની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ ભોગ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય છે, તેમ આ દૃષ્ટિને પામેલા એવા યોગીને યોગકથા સાંભળવાની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ વર્તતી હોય છે. (૨) યોગીઓનો યથાશક્તિ ઉપચાર :- આ દૃષ્ટિમાં રહેલા યોગી ભાવયોગીઓની સ્વશક્તિને અનુરૂપ “મારા આહારાદિ દાનથી આ યોગીઓની યોગસાધનાની વૃદ્ધિ થાઓ' એવા વિવેકપૂર્વક આહારાદિ દાન આપીને ભક્તિ કરે છે. (૩) યોગીઓ પ્રતિ બહુમાન :- વળી આ દૃષ્ટિવાળા યોગીને ભાવયોગીઓ પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોવાને કારણે તેઓનો આદર-સત્કાર કરે અને ગુણગાન આદિ પણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120