________________
૧૬
તારાદિત્રયહાર્નાિશિકા/બ્લોક-૧ ટીકાર્ચ -
માં...... ધ્યેયમ્ ! આ દૃષ્ટિમાં યોગકથામાં અવિચ્છિન્ન=ભાવપ્રતિબંધસારપણાથી વિચ્છેદરહિત, યોગકથાઓમાં પ્રીતિ થાય છે, અને યોગીઓમાંભાવયોગીઓમાં યથાશક્તિ સ્વશક્તિના ઔચિત્યથી, ગ્રાસાદિ સંપાદન દ્વારા ઉપચાર છે= ભક્તિ કરવાની ક્રિયા છે, અને અમ્યુત્થાન-ગુણગાનાદિ દ્વારા બહુમાન છે, અને શુદ્ધ પક્ષપાતથી જ યોગમાર્ગના શુદ્ધ પક્ષપાતથી જન્ય, પુણ્યના વિપાકથી યોગવૃદ્ધિ પૂર્વમાં જે યોગની પ્રાપ્તિ થઈ છે, તેનાથી અધિક યોગની પ્રાપ્તિ, લાભાન્તર=અન્ય લાભ અર્થાત્ યોગવૃદ્ધિ કરતાં અન્ય એવા ધનાદિનો લાભ, શિષ્ટ સમતત્વ=શિષ્ટ સંમતપણું અર્થાત્ શિષ્ટ પુરુષોને સંમત બને અને શુદ્રોપદ્રવ હાતિ=રોગાદિ કે દરિદ્રતાદિ જે ક્ષુદ્ર ઉપદ્રવ હોય તેનો નાશ આદિ ફળવાળો આ છે યોગીઓમાં ઉપચાર અને બહુમાન છે, એ પ્રમાણે જાણવું. list ભાવાર્થતારાદષ્ટિવાળા યોગીને પ્રગટતા અન્ય ગુણો -
(૧) યોગકથામાં પ્રીતિ - તારાદૃષ્ટિમાં રહેલા યોગીને યોગકથાઓમાં ભાવથી પ્રતિબંધ હોય છે, તેથી યોગકથા સાંભળવા માટે અવિચ્છિન્ન પ્રીતિ વર્તે છે. જેમ ભોગના રાગી જીવને ભોગની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ ભોગ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય છે, તેમ આ દૃષ્ટિને પામેલા એવા યોગીને યોગકથા સાંભળવાની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ યોગકથામાં અવિચ્છિન્ન પ્રીતિ વર્તતી હોય છે.
(૨) યોગીઓનો યથાશક્તિ ઉપચાર :- આ દૃષ્ટિમાં રહેલા યોગી ભાવયોગીઓની સ્વશક્તિને અનુરૂપ “મારા આહારાદિ દાનથી આ યોગીઓની યોગસાધનાની વૃદ્ધિ થાઓ' એવા વિવેકપૂર્વક આહારાદિ દાન આપીને ભક્તિ કરે છે.
(૩) યોગીઓ પ્રતિ બહુમાન :- વળી આ દૃષ્ટિવાળા યોગીને ભાવયોગીઓ પ્રત્યે અત્યંત બહુમાનભાવ હોવાને કારણે તેઓનો આદર-સત્કાર કરે અને ગુણગાન આદિ પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org