________________
૧૭
તારાદિત્રયદ્વાબિંશિકા/બ્લોક-૬-૭
આ દૃષ્ટિમાં રહેલા યોગીઓનો ભાવયોગીઓ પ્રત્યેનો આવા પ્રકારનો પક્ષપાત તે શુદ્ધ પક્ષપાત છે, અને તે શુદ્ધ પક્ષપાતથી તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે; અને જ્યારે તે પુણ્યાનુબંધી પુણ્ય વિપાકમાં આવે છે ત્યારે આ યોગીને નીચે મુજબનાં ફળો પ્રાપ્ત થાય છે.
(૧) યોગવૃદ્ધિ :- ભાવયોગી પ્રત્યેના શુદ્ધ પક્ષપાતથી બંધાતા પુણ્યના ઉદયથી પૂર્વ કરતાં વિશેષ પ્રકારના યોગમાં યત્ન ઉલ્લસિત થવા રૂપ યોગવૃદ્ધિ થાય છે.
(૨) લાભાંતર:- યોગવૃદ્ધિ સાથે અન્ય લાભરૂપે સંસાર અવસ્થામાં ધનાદિનો લાભ પણ થાય છે.
(૩) શિષ્ટસંમતતા - વળી આવા જીવો ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાથી શિષ્ટ પુરુષોને સંમત બને છે.
(૪) શુદ્રોપદ્રવ હાનિ :- આવા જીવોને કોઈક કર્મના ઉદયથી રોગાદિ થયા હોય તો તે રોગાદિરૂપ શુદ્ર ઉપદ્રવોની હાનિ પણ થાય છે.
ભાવયોગી પ્રત્યે કરાયેલા બહુમાનના ફળરૂપે આ સર્વ લાભ થાય છે, તેમ જાણવું. IIકા અવતરણિકા -
વળી બીજી દૃષ્ટિમાં પ્રગટ થતા અવ્ય ગુણોને કહે છે – શ્લોક -
भयं न भवजं तीव्र हीयते नोचितक्रिया ।
न चानाभोगतोऽपि स्यादत्यन्तानुचितक्रिया ।।७।। અન્વયાર્થ:
ભવન તીવ્ર મયં =સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી, નોતિક્રિયા રીતે અને ઉચિત ક્રિયા હીન થતી નથી, અનામો તોડપ =અને અનાભોગથી પણ અત્યાર ન થા—અત્યંત અનુચિત ક્રિયા ન થાય. liા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org