________________
૧૧
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકાર્ય :
સન્તોષાત્ વત્તેશતનુવરાર્થક્વેતિ” [૨-૨] સુઅભ્યસ્ત એવા સંતોષથી યોગીઓને ઉત્તમ=અતિશયિત, સુખ થાય છે. બાહ્ય ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું સુખ શતાંશથી પણ જેની સમાન નથી=સંતોષથી થયેલા સુખની સમાન નથી. તે કહે છેઃસંતોષથી થતા સુખને પાતંજલ યોગસૂત્ર-૨-૪૨માં કહે છે – “સંતોષથી અનુત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.”
સુઅભ્યસ્ત એવા સ્વાધ્યાયથી ઈષ્ટનું દર્શન જપ કરાતા મંત્રથી અભિપ્રેત એવા દેવતાનું દર્શન, થાય છે. તે કહે છેઃસ્વાધ્યાયથી થતાં ફળને પાતંજલ યોગસૂત્ર-૨-૪૪માં કહે છે – “સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સંપ્રયોગ થાય છે.”
સુઅભ્યસ્ત એવા તપથી ફ્લેશારિરૂપ અશુચિતા ક્ષય દ્વારા અંગ અને અક્ષની=કાયા અને ઈન્દ્રિયોની સિદ્ધિ થાય છે.
તે સિદ્ધિ બતાવે છે – ઈચ્છા પ્રમાણે કાયાને અણુપણાની, મહત્પણા આદિની પ્રાપ્તિ=પ્રાપ્તિ લક્ષણ ઉત્કર્ષ, થાય છે; અને ઇન્દ્રિયોમાં સૂક્ષ્મ સૂક્ષ્મ પદાર્થોના, વ્યવહિત= કોઈનું વચ્ચે વ્યવધાન હોય તેવા પદાર્થોના, વિપ્રકૃષ્ટ=અતિ દૂર રહેલા પદાર્થોના દર્શનના સામર્થરૂપ ઉત્કર્ષ થાય છે.
જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે તપનું ફળ પાતંજલ યોગસૂત્ર૨-૪૩માં કહેવાયું છે – “તપથી અશુચિના ક્ષયના કારણે કાયા અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે." પ્રણિધાનથી=ઈશ્વરપ્રણિધાનથી સમાધિ થાય છે. ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઈશ્વરની ભક્તિ વડે પ્રસન્ન થયેલા ઈશ્વર, ખરેખર ! અંતરાયરૂપ ફ્લેશોને દૂર કરીને સમાધિનો ઉદ્બોધ કરે છે. તિ' શબ્દ સમાધિના સ્વરૂપ કથનની સમાપ્તિમાં છે.
જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે દેવતાપ્રણિધાનનું ફળ પાતંજલ યોગસૂત્ર૨-૪૫માં કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org