________________
રક અહમ્ નમઃ |
ઉઘાપનની ઉપેઘાત चैत्ये यथास्यात्कलशाधिरोपो, भुकतः परं पूगफलादिदानम् । स्थालेऽक्षतानां च फलोपरोप, उद्यापन तद्व दिहास्तु सत्तपे ॥
ઉદ્યાપન એટલે ઉજમણું કરેલા તપને સમ્ય પ્રકારે ઉજવવું તે. જેમ ચૈત્ય એટલે દહેરાસરજી તૈયાર થઈ ગયે તેના ઉપર કળશ ચઢાવાય છે, ભોજન પછી જેમ મુખવાસ તરીકે સેપારી, એલચી, વિગેરે આપવામાં આવે છે, અક્ષતના થાળ ઉપર જેમ ફળ મૂકવામાં આવે છે તેવી જ રીતે ઉત્તમ તપ સંપૂર્ણ થયે ઉદ્યાપન એટલે ઉજમણું આવશ્યક છે. ઉ. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ જણાવે છે કે-ઉજમણુથી તપફળ વાધે, ઈમ ભાખે જિનરા, જ્ઞાન ગુરુ ઉપગરણ કરવો, ગુરુગમ વિધિ વિચાર–મહાવીર જિનેશ્વર ગા. શ્રીજિનેશ્વર ભગવાને કહેલું છે કે ઉજમણુથી તપના ફળની અભિવૃદ્ધિ થાય છે, માટે ગુરામની વિધિ પ્રમાણે જ્ઞાન અને ગુરુના ઉપગરણે કરાવો અને તપનું ઉજમણું
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com