Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 5
________________ પંડિતજીએ આ કાવતરાને ભેદ્યું છે અને તેના ચાર તબક્કાઓને પિછાણ્યા છે. તે તબક્કાઓ એટલે રાજકીય વિલીનીકરણ, સામાજિક વિલીનીકરણ, આર્થિક વિલીનીકરણ અને ધાર્મિક વિલીનીકરણ. ભારતના સંદર્ભમાં ત્રણ તબક્કઓ તો પૂરા થયા. પ્રજાવત્સલ રાજાઓની રાજયવ્યવસ્થા ગઈ અને આજની રાક્ષસી લોકશાહી રાજ્યવ્યવસ્થા કાયમ થઈ ગઈ. સામાજિક વ્યવસ્થાનું માળખું તૂટ્યું અને એક વખતની વ્યવસ્થિત સુખી અને સંતોષી જીવન જીવતી પ્રજા વર્ણસંકર પશુઓના ટોળા જેવું જીવન જીવવા બાધ્ય થઈ ગઈ. આર્થિક વ્યવસ્થાઓ તુટી અને વૈશ્વીકરણ અને ઉદારીકરણના યુગમાં ગેટ અને કંડેલ કરારોની નાગચૂડમાં ભીંસાઈને પ્રજા બેકારી, ગરીબી, ભૂખમરાની ખાઈમાં ધકેલાઈ ચૂકી છે. હવે વારો છે પ્રજાના શ્વાસોચ્છવાસ સમી તેના સાંસ્કૃતિક અસ્તિત્વની જીવાદોરી જેવી ધર્મવ્યવસ્થાને ખોરવવાનો. આ તબક્કો પણ પ્રથમ વિશ્વધર્મપરિષદ ભરાઈ (૧૮૯૩માં) ત્યારથી ચાલુ જ છે. ૧૦૦ વર્ષના ગાળામાં ધર્મક્ષેત્રે જે ધોવાણ કરવામાં આવ્યું છે તેની કલ્પના પણ ચારે તરફથી અસ્તિત્વ સામેનાં આક્રમણોથી ઘેરાયેલા સામાન્ય માનવીને આવવી મુશ્કેલ છે. ભારતના જાહેર જીવનમાંથી ધર્મને હાંકી કાઢી ‘સેક્યુલર સ્ટેટ’નું કાયદા (બંધારણ) દ્વારા નિર્માણ, ધર્મની મહાસત્તાની સદંતર અવહેલના, ધાર્મિક ભાવનાની જાહેર ઠેકડી, ધર્મના માર્ગમાં એક પછી એક ઉમેરાતા અંતરાયો વગેરે; આ બધું એક નિયોજિત યોજના મુજબ ચાલી રહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 94