Book Title: Swaroopsadhnana Sopan Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 7
________________ પ્રથમના બેથી ત્રણ અધ્યાય બે વાર વાંચવા. પછી ચોથો અને પાંચમો વાંચવો ત્યાર પછી કોઈ અભ્યાસી પાસે દ્રવ્યાનુયોગ આદિ પછીના અધ્યાય વાંચવા. પુસ્તક વાંચનમાં રસ ન પડે તો પુસ્તક કોઈ કબાટ જેવા સ્થાનમાં પડ્યું રહેશે - માટે આટલી સૂચના અવશ્ય ધારણ કરજો. એમાં માનવજીવનની સાર્થકતા માટે ખૂબ ઉપયોગી પદાર્થો છે. પ્રસ્તુત પુસ્તક વાંચજો, વંચાવજો, ન સમજાય તો યોગ્ય અધિકારી પાસે અભ્યાસ કરજો. આમાં તત્ત્વનો બોધ છે જે જીવનને પવિત્ર બનાવશે. આ જીવનમાં તરી જવાનો સંસ્કાર બનશે. જે જન્માંતરે સાથે આવશે. સાંસારિક સંસ્કાર તો વિના પ્રવાસે સાથે આવશે. માટીનો ઘડો તૂટી ગયા પછી તેના ઠીકરાની કિંમત ઊપજતી નથી, પણ સોનાના તૂટેલા ઘડાના ટુકડાની કિંમત સોનારૂપે ઊપજવાની છે. તેમ નીતિ, ધર્મ, સત્ય અને અધ્યાત્મના સંસ્કારની કિંમત જન્માંતરે પણ ફળદાયી થવાની છે. તેમાં શાસ્ત્ર, સ્વાધ્યાય, અત્યંતર તપ છે જેનો સંસ્કાર જીવને સંસારસાગર તરવામાં સહાયક છે. માટે વાંચજો, વિચારજો, વંચાવજો અને આનંદનો અનુભવ કરજો. સવિશેષ અઘરા કેટલાક શબ્દોના શક્ય તેટલા સરળ અર્થોની યાદી પણ પ્રારંભમાં મૂકી છે. લગભગ તો તે જ સ્થળે ( )માં શબ્દાર્થ જણાવી દીધા છે તે જોવાની નોંધ લેવી. આ અગાઉ વૈકાલિક આત્મવિજ્ઞાનનું પુનઃમુદ્રણ કરવાનું કાર્ય કરેલું, તેથી પણ કંઈક હળવાશ રહી હતી. વળી તે પુસ્તક પ્રકાશનમાં, ત્યાર પછીના સ્વરૂપ મંત્ર, અને સ્વરૂપ ઐશ્વર્ય તથા કેવળજ્ઞાન અનુપ્રેક્ષામાં ધ્રાંગધ્રા જેન જે. મૂ. પૂ. સંઘે ઉદાર સહયોગ આપ્યો હતો. વળી પ્રસ્તુત પુસ્તકમાં પણ ‘આ તો અમારું કાર્ય છે’, ‘તમારા જેવા અમારા વડીલના સ્વરૂપચિંતનને કલમમાં ઉતારે તે અમારે માટે ખૂબ આનંદની વાત છે' આવી ઉદાર ભાવનાથી સંઘે આ પુસ્તકમાં પણ રૂ. ૧૫,૦OOનો સહયોગ આપ્યો છે. સ્વ. પૂ. પનાભાઈ સ્વયં સ્વરૂપચિંતક હતા. સ્વરૂપ અનુસંધાનના ચાહક હતા. તેથી તેમના પ્રકાશનોના નામ પણ તે રીતે સહજ રીતે ગોઠવાય છે. તેથી આ પુસ્તકના નામ માટે એવી જ પ્રેરણા થઈ અને પુસ્તકનું નામ સ્વરૂપસાધનાનાં સોપાન રાખ્યું છે અને વિષયાનુક્રમ પણ એ રીતે જ ગોઠવ્યો છે. અભ્યાસ કરતા એમ જ લાગે કે જાણે સાધનાનાં સોપાન પર આપણે આરૂઢ થઈ રહ્યા છીએ. સુનંદાબહેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290