________________
૧૨. કર્મ ૮. અન્યતીથિકે –
ભગવાન બુદ્ધ અંગુત્તરનિકામાં, વર્તમાનમાં જે કાંઈ સુખદુઃખનું સંવેદન છે – તે પૂર્વકૃત કમજન્ય જ છે, ઈશ્વરહેતુક જ છે, અને નિહેતુક જ છે – આવા ત્રણે પક્ષોનું ખંડન કર્યું છે, તેમને પ્રથમ પક્ષ જિનેને છે. આ મતનું ખંડન કરતી વખતે તેમણે કહ્યું છે કે, જે તેમ જ હેય તે પછી અત્યારે કોઈ પાપ કરે તે પણ પૂર્વકૃતનું ફળ માનવું જોઈએ; અને જે કાંઈ સુકૃત્ય – વિરતિ – વગેરે કરે તે પણ પૂર્વકૃતનું ફળ જ માનવું જોઈએ. એવી અવસ્થામાં પુરુષની સ્વતંત્ર ઇચ્છા - પરાક્રમ- વ્યાયામ ઇત્યાદિને કોઈ અવકાશ રહે જ નથી અને તે અક્રિયાવાદમાં પરિણમે છે. માટે એ નિયમ ન કરવો જોઈએ કે, જે કોઈ સુખાદિનું સંવેદન છે તે પૂર્વકૃત જ હોય અને અકૃત ન હોય. - અંગુત્તર૦ ૩, ૬૧. મઝિમનિકાયમાં તો વળી આ જ વસ્તુને ભયંકર રીતે મૂકી છે અને છેવટે કહ્યું છે કે, છે એમ જ છે તો પછી નિન્ય સંપ્રદાયમાં જે લેકે ભળે છે તે બધા પૂર્વભવમાં મહાપાપીઓ જ લેવા જોઈએ; કારણ, તેઓ આ જન્મમાં આકરી તપસ્યા કરી અત્યંત દુઃખ પામે છે. - જુઓ મજિઝમર સુત ૧૦૧. જન કર્મવાદનું આ ખંડન માત્ર સાંપ્રદાયિક અભિનિવેશનું ફળ છે, એમ કઈ પણ 'જન કર્મશાસ્ત્રને મર્મજ્ઞ કહી શકે તેમ છે.
અંગુત્તર નિકાયમ (૪.૧૫) એક પ્ર નામના નિર્ગસ્થ શ્રાવક અને મહામગલાયન બૌદ્ધ ભિક્ષુને આ જ વિષયમાં વિવાદ ટાંક્યો છે. ત્યાં નિગ્રંથે શ્રાવકને મગલાચન એમ કહે છે કે, જે મનુષ્ય કાય, વચન અને મનથી સંવૃત હોય, તેને પછી દુઃખનું કારણ કાંઈ રહેતું નથી; એટલે એને દુઃખ આવવાને સંભવ નથી. આ સાંભળી તે શ્રાવકે ઉત્તર આપ્યો કે, વસ્તુત: એમ નથી. એવો પણ કઈ મનુષ્ય હોય જે સંવૃત હોચ છતાં તેના પૂર્વકૃત કમને વિપાક જે બાકી હોય, તે તેને દુઃખ ભગવું પડે છે. અહીં નિગ્રંથ શ્રાવકે જે જવાબ આપે છે, તે બરાબર જનશાસ્ત્રસંમત જ છે. પણ જ્યારે આ વાત ભગવાન બુદ્ધે સાંભળી, ત્યારે તેમણે તે શ્રાવકને પિતાને સિદ્ધાંત સમજાવ્યો અને કહ્યું કે, જે સંવૃત હેય તેને પછી દુઃખવેદના હોતી નથી. કારણ, તેને કાયસમારંભજન્ય જે દુઃખને સંભવ હતો, તે તે કાયસમારંભ બંધ થવાથી ન જ થાય અને જે પૂર્વકૃત કમ હેય, તે પણ માત્ર સ્પર્શ કરીને ખરી પડે છે એટલે એની પણ ખાસ દુખદાયક વેદના એને ન થાય. આ જ પ્રમાણે માનસિક
સ્થા- 19
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org