________________
જીવ વિષે વિવિધ
[દંડક વિચાર] ૧. શ્વાસોચ્છવાસ-આહાર જે દે સાગાદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે તે દે, તેમની સ્થિતિ ઉત્કૃષ્ટ એક સાગર હોવાથી, અધમાસને અંતે શ્વાસોચ્છવાસ લે છે. અને તેમને એક હજાર વષને અંતે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
[– સમય ૧] જે દે શુભાદિ વિમાનમાં ઉત્પન્ન થનારા છે અને જેઓ બે સાગરોપમ આયુવાળા છે, તેઓ ૧ મહિના પછી ઉછુવાસ-નિશ્વાસ લે છે અને તેમને બે હજાર વર્ષ પછી આહાર લેવાની ઈચ્છા થાય છે. -
[– સમય ૨] જે આશંકર આદિ વિમાનમાં ઉત્પન્ન થનારા ત્રણ સાગર આયુવાળા દેવ દેઢ માસમાં એક વખત શ્વાસછવાસ લે છે. તે દેવોને ૩ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
[-સમ૦ ૩] જે દેવે કૃષ્ટિ આદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમનું આયુ ઉત્કૃષ્ટ ચાર સાગર છે, તેઓ બે મહિને શ્વાસોચ્છવાસ લે છે, અને ૪ હજાર વર્ષે આહારની ઇચ્છા કરે છે..
[– સમ૦ ૪] જે દેવે વાત આદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમની ઉત્કૃષ્ટ પાંચ સાગર સ્થિતિ છે, તેઓ રા મહિને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org