________________
સ્થાનાંગ સમવાયાંગ ૩ એટલે બધાં મળી ૩૪ વૈતાઢયોમાં ૩૭૪૦ નગરે છે. એ પ્રત્યેક વૈતાઢયમાં બબે ગુફા આવેલી છે. તેમનાં દ્વાર ચક્રવતી જીવે ત્યાં સુધી કે તેણે દીક્ષા ન લીધી હોય ત્યાં સુધી ઉઘાડાં રહે છે. પછી બંધ થઈ જાય છે. તે ગુફામાં જતી વખતે ચક્રવતી એકેક જનને અંતરે પોતાના રત્ન વડે મંડલકારે બંને તરફ લીટી દોરે છે જેથી તે ગુફાઓમાં પ્રકાશ થાય છે.
આ ૩૪ દીર્ઘ વૈતાઢય સિવાયના શબ્દાપાતી આદિ ચાર વૃત્ત વૈતાઢયો છે, તે ઉપર જણાવ્યા પ્રમાણે હિમવંત આદિ ક્ષેત્રની બરાબર મધ્યમાં આવેલા છે. એ ચારેય એક હજાર એજન ઊંચા અને જાડા છે. ૧૬. વક્ષસ્કાર પતે –
સૌમનસ અને વિદ્ય—ભ આ વક્ષસ્કાર પર્વતનું બીજું નામ ગજદંત ગિરિ છે, કારણ કે તે નિષધ પર્વતમાંથી શરૂ થઈને મેરુ સુધી હાથીના દાંતની જેમ ગોળાકારે લંબાયેલા છે. આ બેની વચ્ચે દેવગુરુને પ્રદેશ - આવેલો છે. એમને અશ્વસ્કંધાકાર એટલા માટે કહ્યા છે કે તે નિષધ પર્વત પાસે મૂળમાં તો ૪૦૦ યોજન ઊંચા છે પણ પછી ક્રમશ: તેમની ઊંચાઈ વધતી જાય છે અને મેરુ પાસે તો તેમની ઊંચાઈ ૫૦૦ એજન છે. તે મૂળમાં ૫૦૦ યોજન પહેલા અને મેરુ પાસે ખગની ધાર જેટલા પહેળા છે. પ્રત્યેક પર્વતની લંબાઈ ૩૦ર૦૯ યોજન છે અને અર્ધચંદ્રાકાર બનેલા બનેની લંબાઈ (ધનુ પૃષ્ઠ) ૬૦૪૧૮ર યોજન પ્રમાણ છે.
ગંધમાદન અને માલ્યવાન એ બે વક્ષસ્કાર પણ ગજદંતાકારે હોવાથી ગજદંત ગિરિ કહેવાય છે. નીલવંત પર્વતમાંથી શરૂ થઈને મેરુ પર્વત સુધી ગજદંતાકારે લંબાયા છે, એટલે બને મળી અર્ધચંદ્રાકારે છે. આ બંનેની વચ્ચેનો પ્રદેશ તે ઉત્તરકુરુ છે. આ બંનેનું માપ ઉપર પ્રમાણે જ સમજવું. ૧૭. મહાવિદેહના વક્ષસ્કાર પર્વતો:–
આ સૂત્રમાં જણાવેલા બધા મળી સોળ વક્ષસ્કાર પર્વતો મહાવિદેહમાં આવેલા છે. પ્રથમના આઠ પૂર્વ મહાવિદેહમાં અને અંતિમ આઠ પશ્ચિમ મહાવિદેહમાં છે. મહાવિદેહમાં ૩ર વિજય, ૧૬ વક્ષસ્કાર અને બાર અંતરનદીઓ છે. તેમના સ્થાનનો નિર્ણય આ પ્રમાણે છે:– મેરુના વનથી પૂર્વ દિશામાં પ્રથમ બે વિજયે છે તેમાં એક શીતા નદીના ઉત્તર કિનારે અને બીજે દક્ષિણ કિનારે; ત્યાર પછી બે વક્ષસ્કાર પર્વત આવે છે તેમને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org