________________
સ્થાનાંગસમવાયાંગ ૩ ૫૪૦૦૦ યજન પ્રમાણ છે. આ માપ પૂર્વ પશ્ચિમના વિસ્તારનું સમજવું. અને પ્રત્યેકનું ધનુ પૃષ્ઠ ૬૦૪૧૮૧ જન પ્રમાણે છે. આ તેમના અધ વલનું માપ સમજવું. ૧૨. કર્મ-અકર્મભૂમિ -
અસિ (યુદ્ધકળા), મસિ (લેખન કળા) અને કૃષિ આ ત્રણે પ્રકારના વ્યાપારથી રહિત એવું ક્ષેત્ર તે અકર્મભૂમિ. અને જ્યાં એ ત્રણે વ્યાપાર હેય તથા જે ભૂમિમાં, શલાકા– તીર્થંકરાદિ–મહાપુરુષો ઉત્પન્ન થતા હોય, તે ભૂમિ કર્મભૂમિ કહેવાય છે. અકર્મભૂમિના જીવો મરીને દેવ થાય, અને કર્મભૂમિના જીવો મરીને સર્વત્ર-નરકથી માંડીને સિદ્ધગતિ સુધી જઈ શકે છે. બધી મળીને મનુષ્યક્ષેત્રમાં ૩૦ અકર્મભૂમિ
એ છે તે આ પ્રમાણેઃ- ૫ હિમવંત (૧ જંબૂમાં, ૨ ધાતકીમાં અને બે પુષ્કરાર્ધમાં), ૫ હરિવર્ષ, ૫ દેવકુ, ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યગ્દર્ષ અને ૫ હિરણ્યવંત. અને બધી મળી કર્મભૂમિઓ ૧૫ છે તે આ પ્રમાણે – ૫ ભરત, ૫ ઐરાવત, અને ૫ મહાવિદેહ. મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યો જ નથી એટલે તેમાં કમ–અકર્મભૂમિના વિભાગનો પ્રશ્ન જ નથી ઊઠતો. ૧૩. ચક્રવતીના વિજયઃ
મેરુ પર્વતની પૂર્વમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમમાં પશ્ચિમવિદેહ ક્ષેત્ર છે. નીલવંત પર્વતમાંથી નીકળીને શીતા નામની મહાનદી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને બરાબર સરખા ભાગે વહેચીને લવણસમુદ્રમાં જઈને મળે છે. તે જ પ્રમાણે નિષધપર્વતમાંથી નીકળી શીદા નામની મહાનદી પશ્ચિમ વિદેહમાંથી પસાર થઈને તેને બરાબર બે ભાગે વહેચીને લવણસમુદ્રમાં જઈ મળે છે. એટલે બે મહાવિદેહ ક્ષેત્ર સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. એ ચારે ભાગમાં આઠ આઠ ક્ષેત્રો આવેલાં છે. એટલે બધાં મળી બત્રીશ થાય. તેમને વિજય ચક્રવતી કરે છે એટલે ચક્રવર્તિવિજય એ જ સાર્થક નામ એ ક્ષેત્રોનું છે. પ્રત્યેક વિજયની લંબાઈ (ઉત્તરદક્ષિણ) ૧૬૫ત્ર યોજના અને પહોળાઈ (પૂર્વ-પશ્ચિમ) રરર૭ જન પ્રમાણ છે. ૧૪. વષધર પર્વત:
ચુલહિમવંતશિખરી –જંબુદ્વિપમાં દક્ષિણ દિશાથી ઉત્તર તરફ જતાં સર્વ પ્રથમ ચુલ્લહિમવંત વર્ષધર છે. અને ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જતાં સર્વપ્રથમ શિખરી પર્વત આવે છે. ભારતથી બમણે વિસ્તાર (ઉત્તર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org