________________
૩. તીર્થકરે
૭૪૧ બન્યું એવું લાગે છે કે તે પ્રથમ ભગવાન મહાવીરને ભક્ત હશે. પણ પછી ભગવાન બુદ્ધને ભક્ત થયો હોય. તેના ફળ સ્વરૂપે તેને જૈન કથાગ્રન્થોમાં નરકમાં જવું પડયું છે.
૨. સુપાર્શ્વ:– ભગવાન મહાવીરના કાકા એ સુપાર્શ્વ નામે હતા, તે જ આ છે એમ ટીકાકાર જણાવે છે. ભાવી ચોવીસીમાં તે બીજા તીર્થકર થશે અને તેમનું નામ સુરદેવ હશે. આશ્ચર્ય તો એ છે કે આગામોમાં આમના વિષે વિશેષ કાંઈ હકીકત મળતી નથી. માત્ર આ બે જ વાત મળે છે. આચારાંગમાં તેઓ ભગવાનના કાકા હતા તે જણાવ્યું છે અને પ્રસ્તુતમાં તે તીર્થકર થશે તે. આ સિવાય તેમના વિષે આગમો મૌન છે,
૩. ઉદાયી :- કેણિકનો પુત્ર. એણે જ્યારે કેણિક મરી ગયો ત્યારે પાટલીપુત્ર વસાવ્યું. તે પર્વને દિવસે સાધુઓને બોલાવીને પૌષધવ્રત ધારણ કરતો હતો. તેના શત્રુના પુત્ર સાધુના વેષમાં બાર વર્ષ રહી, તે જ્યારે પૌષધમાં હતો ત્યારે તેની હત્યા કરી હતી. સમવાયાંગમાં જ્યાં ભાવી તીર્થકરનાં પૂર્વભવનાં નામો ગણાવ્યાં છે ત્યાં ઉદાયી નહીં પણ ઉદયઉદકનું નામ ગણાવ્યું છે અને તે ઉદક પેઢાલપુત્ર હોવાનો સંભવ છે.
૪. પિટ્ટિલ :-- એક તો પિટ્રિલ અનુત્તરમાં ગયો છે તેની કથા અનુત્તરૌપપાતિકમાં આપી છે. તેણે ૩૨ પત્નીઓને છેડીને દીક્ષા લીધી હતી. પણ તે તો મહાવિદેહમાંથી સિદ્ધ થવાનું છે એટલે આ પિટ્ટિલ કોઈ બીજે જ સમજવો જોઈએ.
- પ. દઢાયુ :- ટીકાકાર જણાવે છે કે આ અપ્રતીત છે. એટલે કે તેમને ખબર નથી કે આ કોણ હશે.
૬–૭. શંખ અને શતક :– ટીકાકારે શંખ અને શતકને શ્રાવસ્તીના શ્રાવકે જણાવ્યા છે. ભગવતીમાં (૧૨. ૧; પૃ. ૨૨૦) શંખની કથા આવે છે ત્યાં બીજું નામ શતક નહીં પણ મુશ્કેલી જણાવ્યું છે. એટલે મેળ બેસાડવાને માટે ટીકાકાર કહે છે કે પુશ્કેલી એ શતકનું જ બીજું નામ હતું.
પણ ભગવતીના મૂળમાં તો શંખ વિષે ભગવાને એમ કહ્યું છે કે તે મહાવિદેહમાં સિદ્ધબુદ્ધ થશે. તેના તીર્થકર થવા ન થવા વિષે ત્યાં કશો ઉલ્લેખ નથી. વળી પુષ્કલી વિષે તો ત્યાં કાંઈ જ કહ્યું નથી એટલે ટીકાકારે આ શંખ– શતકનો મેળ કઈ રીતે બેસાડયો એ સમજાતું નથી. જણાય છે કે નામ સાદૃશ્ય ઉપરથી ટીકાકારે આ કલ્પના કરી છે.
૮. સુલસા :– રાજગૃહના પ્રસેનજિત રાજાના નાગ નામના સારથિની પત્ની સુલસા હતી. એક વખત તેને પતિ પુત્રાશે ઇન્દ્રની પ્રાર્થના કરતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org