________________
૧. સંઘવ્યવસ્થા ૧. પંડક (નપુંસક),
૨. વાતિક (જનનેંદ્રિયમાં વિકાર થતાં મિથુન કર્યા વિના શાંત ન થઈ શકનાર)
૩. કલબ (જનનેંદ્રિયના વિકારમાત્રથી જેને વીર્યપાત થાય છે તે).
[–સ્થા. ૨૦૨] પ્રત્રજ્યા ત્રણ છે – (૧) ૧. ઇલેક-પ્રતિબદ્ધ (આ લેકમાં જ સારું
ખાવા-પીવાનું મળે એ અભિલાષથી લેવાતી દીક્ષ); ૨. પરલોક-પ્રતિબદ્ધા (અત્યારે સંયમ પાળીશું
તો પરલોકમાં અવર્ણનીય કામભોગની પ્રાપ્તિ
થશે એવા આશયથી લેવાતી);
૩. ઉભયપ્રતિબદ્ધા. ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. ટીકાકાર અહીં પાઠાંતરે વ્યાધિત – રોગી એવો શબ્દ પણ બતાવે છે.
૩. વાતિક અને કલીબ જે વીર્યસ્ત્રાવને અટકાવવાનો પ્રયત્ન કરે છે તો તે નપુંસક બની જાય છે. વિપક્ષદર્શન માત્રથી વીર્યપાત થાય તો તે દૃષ્ટિકલીબ; તે જ પ્રમાણે શબ્દશ્રવણથી થાય તો શબ્દકલીબ; તે જ પ્રમાણે સંશ્લેશ માત્રે કે નિમંત્રણ માત્ર વીર્યપાત થાય તો આદિષ્પક્ષીબ અને નિમંત્રણાલીબ એવા કલબના ચાર ભેદ છે. આ સિવાય પણ બીજા ઘણું પ્રકારના નપુંસકે શાસ્ત્રોમાં બતાવ્યા છે. વિશેષ માટે જુઓ બૃહત્કલ્પ ગાપ૩૮ થી.
બૌદ્ધ સંઘમાં પણ પંડક અને નપુંસક (બંને લિંગવાળ) ને પ્રત્રજ્યા દેવાની મનાઈ છે. જુઓ વિનય પૃ૦ ૧૨૫, ૧૨૮. પંડક કેવી રીતે ભિક્ષુસંઘને કુશીલ બનાવે છે તેનું વર્ણન વિનય અને બૃહત્કલ્પનું લગભગ સરખું છે.
૪. આવી દીક્ષા લેનાર જ્યારે વધી પડ્યા ત્યારે ભગવાન બુદ્દે તેમનું નિયંત્રણ કરવા માટે અમુક નિયમે બનાવ્યા. વિનય પૃ૧૦૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org