________________
૨૪
સ્થાનાંગ-સમવાયાંગ ૨ પૌષધોપવાસ ગણાય છે, એવા પૌષધપવાસમાં નિરત – આસક્ત હોય તે ૩૧,
૫. દિવસમાં બ્રહ્મચારી અને રાત્રીમાં પરિમાણવાળે [ પૂર્વોક્ત ચાર પ્રતિભાયુક્ત હોય અને ઉપરાંત દિવસના ભાગમાં બ્રહ્મચર્ય પાળે અને રાત્રિના ભાગમાં સ્ત્રીનું અથવા સ્ત્રી સંબંધી ભેગનું પરિમાણ બાંધે, સ્નાન કરે નહીં, કછટી મારે નડુિં; આવું અનુષ્ઠાન પાંચ માસ સુધી કરનારો];
૬. દિવસ અને રાત્રીમાં બ્રહ્મચારી, સ્નાન ન કરનાર, દિવસે જમી લેનાર અને કચ્છ ન બાંધનાર [પૂર્વોક્ત પાંચ પ્રતિભાધારી હાય અને ઉપરાંત બ્રહ્મચર્ય પાળે – આમ છ 'માસ સુધી અનુષ્ઠાન કરનારે ];
૭. સચિત્તાવારને ત્યાગી [પૂર્વોક્ત છ પ્રતિમા ધારી હેય અને સચિત્તાહારનો ત્યાગ કરે–આવું અનુષ્ઠાન ૭ માસ સુધી કરનારે ];
૮. આરબને ત્યાગી [ પૂર્વોક્ત સાત પ્રતિમાયુક્ત હોય અને પૃથ્વી આદિના જીવને આરંભ – હિંસા ત્યાગે, આવું અનુષ્ઠાન ૮ માસ સુધી કરનાર ];
૯ પ્રેગ્યપરિત્યાગી [પૂર્વોક્ત આઠ પ્રતિમાધારી હોય ઉપરાંત પોતાના નોકર-ચાકર કે બીજા કોઈ પાસે પણ આરંભ ન કરાવે, આવું અનુષ્ઠાન ૯ માસ પયન્ત કરનાર];
૧. આ ચોથી પ્રતિમા જ્યારે ધારવી હોય ત્યારે પૂર્વની ત્રણ પ્રતિમા તે હેવી જ જોઈએ અને ૪ મહિના સુધી બે આઠમ, બે ચૌદશ, અમાસ અને પૂનમના રોજ એમ પ્રત્યેક માસમાં છ વાર પૌષધોપવાસ કરે ત્યારે આ ચોથી પૌષધોપવાસ પ્રતિમા થઈ ગણાય છે.
૨. આ ઉપરાંત દશમૃતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાંચમી પ્રતિમધારી શ્રાવક પર્વેને દિવસે એકરાત્રિકપ્રતિમા પણ ધારણ કરે. એકરાવિક પ્રતિમામાં આખી રાત સુધી નિર્દોષ ધ્યાનનું વિધાન છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org