________________
૧૦૪
સ્થાનાંગ-સમવાયાંગ ૧ છે પણ સર્વથા નિમૂલ નથી કરી શકતા; એટલે જ જેમ કેઈ વાસણમાં ભરેલી વરાળ જ્યાં સુધી દબાઈ રહે ત્યાં સુધી તે ઠીક, પણ જ્યારે તેને વેગ વધી જાય છે ત્યારે તે વાસણને પણ ઊડાડી મૂકે છે; અથવા જેમ રાખની નીચે ઢંકાયેલો અગ્નિ જરા હવા ચાલે કે પ્રકટ થઈ પોતાનું પિત પ્રકાશે છે; અથવા પાણીની નીચે બેઠેલે કાદવ જરાક ક્ષોભ થતાં તરત જ ઉપર આવી જાય છે તેમ દબાયેલ મોહ પણ જ્યારે એ આધ્યાત્મિક યુદ્ધને વેદો જરા થાક ખાવા બેસે છે, ત્યારે તેને પોતાના વેગથી હરાવી દે છે. આવી હાર એ મેહના ઉપશામકને અગિયારમા ગુણસ્થાને મળે છે.
બીજી શ્રેણીવાળા જીવો એવા હોય છે જેઓ મોહને દબાવતા નથી પણ નિર્મૂળ કરતા જાય છે, તેથી આ શ્રેણીના જીને પતનને અવકાશ નથી. તેઓ મેહને સંપૂર્ણ નાશ ક્યાં કરે છે તે બારમું ગુણસ્થાન છે. પ્રથમ શ્રેણીવાળા કરતાં આ છમાં આત્મશુદ્ધિ વિશેષ છે જેને કારણે તેઓ ઉપશમ નહિ પણ ક્ષય કરે છે.
(૧૦) સૂમસં૫રાય ઉપશમક અથવા ક્ષેપક – આ ગુણસ્થાનમાં ઉપયુક્ત બન્ને પ્રણવાળા, થોડી વધારે આત્મશુદ્ધિ થાય અને તેથી જ્યારે ઉપશમન અને ક્ષપણાની ઘેાડી વધારે શક્તિ વધે છે ત્યારે આવે છે. આ અવસ્થામાં સ્કૂલ કષાને તે તદ્દન ઉપશમ ચા ક્ષય જ થઈ ગયો હોય છે. માત્ર સૂક્ષ્મસં૫રાય –ભકષાય ઉદયમાં હોય છે. તેથી જેઓ મેહનો ઉપશમ કરનાર હોય છે, તે આ અવસ્થામાં સૂક્ષ્મસંપરા, ઉપશામક અને જેઓ મેહનો ક્ષય કરનારા હોય છે તેઓ સૂક્ષ્મસં૫રાય ક્ષેપક કહેવાય છે.
(૧૧) ઉપશાંત મેહ – દશમા ગુણસ્થાનમાં જેઓ કષાયને ઉપશમાં કરતા હતા, તેઓ ક્રમશઃ વિશુદ્ધિ વધવાથી સંપૂર્ણ મેહને અર્થાત શેષા રહેલ લોભના સૂક્ષ્માંશને પણ દબાવી દે છે અને તેથી આ અવસ્થા ઉપશાંતમોહ કહેવાય છે. દશમામાં જેઓ કષાયને ક્ષય કરતા હતા, તેઓ આ ઉપશાંતમહાવસ્થાને નહિ પણ ક્ષીણમેહાવસ્થા જે બારમી છે તેને પામે છે. આ ઉપશાંત અવસ્થામાં આવેલ જીવ અવશ્ય પતનને પામે છે. કારણ, મિહને દબાવવાની અંતિમ સીમા સુધી એ પહોંચી ગયે; એટલે પછી દબાયેલા મોહને વારે આવે છે. અને જઘન્ય એક સમય અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org